વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી હિન

લાગણી હિન


    એક વરસાદી સાંજે કાળા ડિબાંગ વાદળો અને વિજળીના ચમકારા સાથે વરસાદનુ આગમન થાય છે. 

વિજય અને પૂજા ઓફિસથી બહાર નીકળીને ગેટ પાર કરતા સામેના રોડનાં કિનારે ઉભા રહ્યા, બંને એક જ સોસાયટીમાં રહે તેથી એક જ બસ પકડવી પડતી.

પૂજાને વરસાદમાં ભીંજાવવું ખૂબ ગમે.  

પણ, વિજય ને નહિ;

પૂજા વરસાદ નો આનંદ લેતી ભીંજવવા લાગી. પણ, વિજય તો છત્રી લઇને બસની રાહ જોતો પૂજાની બાજુમાં મૂર્તિ બનીને ઊભો. વરસતા વરસાદમાં

બાજુમાં ઊભેલા વિજયને જોતા પૂજા વધારે  ખૂશ હતી, એટલે ખુશી થી ગીત પણ ગણગણતી હતી, 

હમે તુમસે પ્યાર કિતના, કેસ બતાવે હમ્મ...

પૂજા અત્યારે મસ્તીના મૂડમાં હતી.

વરસાદથી ભીંજાઇ અને ભીના થયેલા વાળમાંથી પાણીની બુંદો ટપકતી હતી.વિજય તો એ જોતો જ હતો. 

પૂજાનું અચાનક વાળમાંથી પાણી ખંખેરીને વિજયને પાણીના છાંટા ઉડાડતા પોતાના પ્રેમનો ઇકરાર કરવા દિલ ધડકી ઉઠ્યું.

અત્યારે વરસતા વરસાદમાં પોતાની સાથે વિજયને એકલો જોઈને પૂજા મીણની જેમ પીઘળતી હતી; 

એ એકાકાર થઈ વિજયને પોતાના આલિંગનમાં જકળવો અને વિજયને કસકસતુ ચુંબન કરવું છે. આવા વિચારથી ખુબ જ ખુશ થઈ અને ખુદ ભીતર ભીની લાગણીઓ વહાવતી વિજયની લગોલગ ચીપકીને ઉભી રહી ગઈ. પૂજાના આ રોમાન્ટિક મુડના લીધે વિજય કશુ કહેતો નથી, 

એ પૂજાથી થોડો દુર જતો રહ્યો. 

પૂજા લથબથ ભીંજાઇ લાગણીના વરસાદમાં પણ,...

વિજય તો  તનમનથી સાવ લાગણી હીન બની, પહેલા પ્યાર અને પહેલા ધોધમાર વરસાદથી બિલકુલ કોરો રહી ગયો. 



©     લેખક :- દીપક રાજગોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ