વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આવીશ ને?

તને મળવાની ઉત્કંઠા,

એટલી તીવ્ર છે કે,

તને કહેવાની વાતો,

સતત મનમાં ઘૂંટ્યા કરું છું

હા,  તું ક્યારે મળશે

એ તો ખબર નથી

પણ,

તારા માટે મેં શબ્દોની વરમાળા

સજાવી રાખી છે અને

સતત એમાં નવા નવા શબ્દો

પરોવી રહું છું,

એ ડરે કે ક્યાંક એ વરમાળા

મુરઝાઈ ન જાય

તો...મારી પાસે

શબ્દો ખુટી પડે એ પહેલાં ..

તું આવીશ ને..??

  -  નેહા ઠાકર

   3-10-2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ