વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિત્રતા


"મારે કાંઈ સાંભળવું નથી,   આ પહેલી તારીખથી વેદાંત હોસ્ટેલમાં જશે એ મારો અફર નિર્ણય છે,  અને એની સ્કૂલ પણ બદલાઈ જશે,  મારે બીજી  કોઈ દલીલ ન જોઈએ." 

      વધુ પડતા લાડ અને પૈસાની જાહોજલાલીમાં જિદ્દી બની ગયેલા વેદાંતને સુધારવાના માટે વેદાંતના પપ્પાનું આ બ્રહ્માસ્ત્ર હતું .


       ઘરના એશ-આરામ ભૂલીને સાધારણ છોકરાઓની જેમ શિસ્તમાં રહેવાની તાકીદ સાથે વેદાંતને  એક સાધારણ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો.


           પરાણે રહેતા વેદાંતને અહીં એક નવો દોસ્ત મળ્યો,  પ્રણવ.   સાધારણ ઘરનો પ્રણવ ભણવામાં ખૂબ હોશિયાર હતો.


       સ્વભાવના શાંત પ્રણવ સાથે જિદ્દી સ્વભાવના વેદાંતને કેમ ભળતું હતું એ કોઈ સમજી નોહતું શક્યું, ખુદ વેદાંત પણ નહીં.  પણ વેદાંતને પ્રણવનો સાથ ગમતો હતો, શરૂઆતની હળવી દોસ્તી બાદ બંનેની મિત્રતા ગાઢ બનતી ગઈ.     સામાન્ય સ્કૂલમાં આવતી વખતે જે વેદાંતને પોતાના ઘરે, પોતાની કોન્વેન્ટ સ્કૂલમાં જવાની ઉતાવળ હતી એ જ વેદાંત હવે અહીં જ અભ્યાસ  કરવા તૈયાર હતો. વેદાંતના સ્વભાવના આ પરિવર્તનને જોતા એના પપ્પા પણ રાજી જ થયા હતાં.


        સમય પસાર થતો ગયો, એક સમયનો જિદ્દી વેદાંત હવે શાંત અને સાલસ થઈ ગયો હતો, શાળાનો અભ્યાસ પણ પૂરો થયો, અને બન્ને ગાઢ મિત્રો ને છુટા પડવું પડ્યું, બંનેને વધુ અભ્યાસ માટે અલગ અલગ કોલેજમાં એડમિશન મળ્યું, 

વેદાંતએ MBA  કર્યું અને પછી એના પપ્પા નો બિઝનેસ સાંભળવા લાગ્યો, બીજી બાજુ પ્રણવ ઘરની નબળી પરિસ્થિતિને કારણે માત્ર B.Com જ થઈ શક્યો, પપ્પાની કરિયાણાની દુકાનમાં ખાસ કંઈ મળતું ન હતું, કાયમ પૈસાની તંગીથી કંટાળીને છેવટે એકવાર એણે નોકરી કરવાનો વિચાર કર્યો, અને જોગાનુજોગ વેદાંતની જ ઓફિસમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યો, વેદાંતએ પહેલા ક્યારેય જાહેર કર્યું જ ન હતું કે એ આટલો અમીર છે, અને છેલ્લા ઘણા સમયથી બંને મિત્રો મળ્યા પણ ન હતા, વેદાંતે ઓફિસ ના cc tv કેમેરામાં જ પ્રણવ ને જોઈ લીધો હતો, એટલે એની સામે આવ્યા વગર મેનેજરને કહીને એનો કહેવા પૂરતો ઇન્ટરવ્યૂ લઈને એને સારા પગારથી નોકરીએ રાખી લીધો. 

        એક આધુનિક કૃષ્ણએ એના સુદામા જેવા મિત્રની આ રીતે મદદ કરી, કૃષ્ણ-સુદામાની મિત્રતા ફરી જીવંત કરી...!!!


➖➖➖➖➖➖➖➖➖

નામ :-પારૂલ ઠક્કર ????યાદ


ભાવનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ