વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખોડો ભરવાડ

ખોડો ભરવાડ


  ખંભાળિયા તાલુકાના એક નાનકડા ગામની આ વાત છે.

નામ તેનું ખોડો ભરવાડ ખોડા ભરવાડનુ નામ સાંભળતા જ પંથકમાં રહેતાં તમામ લોકોની આંખોમાં આ ખોડાની છબી તરવરી આવતી હતી.

મોટા ડોળાવાળી આંખો, લાંબુ ઊંચુ નાક, કાળા ભમ્મર વાળ,રતુંબડા ભરાવદાર ગાલ અને તે ઉપર પડેલો લાંબો તલવારનાં "ઘા" નો ઘસરકો... તેની ખોફનાક કરતૂતો ની ભયાનક દાસ્તાનની કડવી યાદ ભલભલાને થથરાવી દે તેવી હતી,

ખોડો ભરવાડ ગામનાં ખેડૂતોને ,ધાક ધમકી આપીને જમીન પચાવી પડતો હતો. આ ખોડાનું મકાન ગામનાં છેવાડે આવેલું હતું.

એક દિવસ ખેતરના રસ્તેથી આવતા ખોડાના ફટફટીયામા પંચર પડ્યું 

ટાયર અને ટ્યુબ ફાટી જવાની બીકે ખોડો ફટફટીયાને દોરી ને ચાલતો થયો.

ગામની બહાર આવેલ આંબલીના ઝાડ સુધી ફટફટીયુ ખેંચી લાવ્યો.

ત્યાજ....

અચાનક  ફટફટીયાની લાઈટ બંધ થઇ ગઇ ! અને ઘોર અંધકાર ફેલાયો,

હવે ખોડો મુંઝાયો.

શિયાળાની કડકડતી ઠંડી માં ખોડનું ગરમ લોહી થીજી ગયું.

અચાનક જ....

ભયંકર અંધકારમાં તેજ લીસોટા

સાથે આમલીના ઝાડ ઉપરથી  એક ભડકો દેખાયો,

મરદ ખોડા નાં હૃદયના ધબકારા વધી ગયા. લોઢા જેવાં કલેજા વાળો માટી થીજી ગયો,

આંખો ચોળીને જોવે છે. તો સામે

તેનાં જેવોજ ભયંકર ચહેરો ધરાવતો એક માણસ ઊભો છે.

પરંતુ આ શું,?....

તે માણસના ખંભા ઉપર એક લોહી 

નીતરતી લાશ હતી.! 

કડકડતી ઠંડીમાં પણ ખોડો પરસેવે થી રેબઝેબ થઈ ગયો. ! તેની આંખ સામે અંધારું અને અંધારામાં આવું કોતુક દેખાયું, દસ બાર લોકો ની સામે ઊભો રહેતો આ ખોડો આ એક કૌતુક થી હિમ્મત હારી ગયો.

આ નાસ્તિક માણસે આજે પહેલીવાર 

ભગવાનને પણ યાદ કર્યા, 

પણ....

ખૂંખાર  ગણાતો ખોડો આજે પહેલી વાર ખખડધજ બન્યો હતો, પેલાં  માણસે લૉહી નીતરતી લાશ ખોડા નાં ખંભા પર મૂકી અને આગળ વધતા વાવ તરફ ઈશારો કરી ખોડાને એ તરફ ચાલવા માટે મોટેથી હૂકમ કર્યો.

ખોડા નાં તો પગજ જાણે થીજી ગયાં.

ત્યાજ....

બીજો હૂકમ છૂટ્યો ચાલે છે કે નહિ?

નહિતર તારી હાલત પણ આ લાશ જેવીજ થશે.! 

ગરીબો ને રોજ કનડગતી કરતો અને 

કરગરાવતો આ ખોડો આજ પોતે કરગરવા લાગ્યો.

વાવની એકદમ નજીક આવતાંજ પેલા માણસે લાશ પોતાના કબ્જામાં લીધી અને....

ખીસ્સામાંથી ધારદાર છરી કાઢી અને

ખોડાની બન્ને આંખના ડોળા બહાર કાઢી લીધા. અને લાશ સાથે એ માણસ વાવના ઊંડા પાણીમાં સરકી ગયો.

બીજા દિવસે સવારે ખોડા નાં પરિવાર જનો ખોડાને શોધતાં શોધતા વાવ પાસે આવ્યા તો....

લોહીથી લોથપોથ ખોડો લાશ બનીને પડ્યો હતો.

તેના પરિવાર જનો ખોડાની લાશને ઉઠાવી ને ગામ તરફ ચાલ્યા.

ગામના ઝાંપે પહોંચ્યા તો સાધુ ધૂણી ધખાવી ને બોલતો હતો.. 

યહાં કા યહાં હી મિલતા હૈ !


©️ દીપક રાજગોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ