વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માથા વિનાનું ધડ

માથા વિનાનું ધડ



    કબ્રસ્તાનની નજીકનાં બગલોઝ માં રહેતા વલ્લભ ને ભૂત પ્રેત અને આત્માઓ થી ખુબજ બીક લાગતી હતી. એક વખત રાતના અચાનક વલ્લભની આંખ ખુલી ગઈ તેણે જાગીને ઘડિયાળમાં જોયું તો રાતના 

"બે " વાગ્યા હતા. અચાનક તેના મન પર આત્માઓની બીક હાવી થઈ ગઈ

અને અચાનક થી વાતાવરણમાં બદલાવ થવા લાગ્યો. દૂર દૂર કૂતરાઓ નો રડવાનો અવાજ સાથે તમરાઓ નો તીણો અવાજ વાતાવરણ ને ભયંકર 

બનાવતો હતો.

 વલ્લભે જોયું તો, બારી ખુલી હતી. અને આજ કારણે વલ્લભની બીક માં વધારો થયો.

વલ્લભે હિંમત કરીને ઊભો થયો અને બારી બંધ કરવા બારીના બંને દરવાજા પર હાથ મૂક્યો જ હતો કે....

વલ્લભનું કાળજું કંપી ગયું.

તેણે જોયુકે દૂર રસ્તા પર "માથા વિનાનું ધડ" ચાલ્યું આવતું હતું, વધતા ધબકારે  વલ્લભે બારી ઝડપ થી બંધ કરી દીધી.

અને દોડીને પોતાના પલંગ પર ચડી બેઠો, ત્યાજ તેની નજર રૂમના દરવાજા તરફ ગઈ અને.......

વલ્લભનું હ્રદય ધબકારા ચૂકી ગયું.

તેણે જોયું કે એક સ્ત્રી લાંબા કાળા વાળ, મો માંથી બહાર દેખાતા બે દાંત અને દાંતમાંથી ટપકતું લોહી, લાલ ચમકતી આંખો ફાડીને જોતી નજીક આવતી ચીસો પાડી રહી હતી.

     વલ્લભના રૂંવાડા ઊભા થઈ ગયા. અચાનક નજીક આવેલી ચુડેલ ને જોતાજ તે મનોમન હનુમાન ચાલીસાનો જાપ કરવા લાગ્યો.

ત્યાજ તે ચુડેલ ખોફનાક હાસ્યની સાથે વલ્લભની તરફ પોતાનો હાથ લંબાવ્યો જ હસે કે એક ચીસ પડતા વલ્લભની આંખ ખુલી ગઈ અને સવાર થઈ ગઈ હતી, આ સાથે જ વલ્લભ પરસેવે થી રેબઝેબ ભગવાન નો મનોમન ઉપકાર માનવા લાગ્યો.

     


© દીપક રાજગોર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ