વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અઘોરી બાબા

અઘોરી બાબા 


એક ગામમાં મૂકેશ અને હિતેશ નામના બે મિત્રો રહેતા હતા.તે બંને મિત્રો આખો દિવસ સાથે ફરતા રહેતા અને રાત્રે બાર વાગ્યા પહેલાં તે ક્યારેય ઘરે આવતા નહીં!  ઘરના લોકો તેનાથી ખૂબ જ અસ્વસ્થ રહેતાં! અને બંને ને આવું નહિ કરવા ખૂબ સમજાવ્યા હતા.

 પરંતુ તે બને કોઈ ની વાત સમજાવવા માટે તૈયાર નહોતા!

 એક રાત્રે તે બને મિત્રો સાથે મળીને ખુબજ દારૂ પીધો.

ખૂબ જ નસાની હાલતમાં બંને ભાન ભૂલ્યા અને ભૂતોની વાતો માં વળગ્યા.

વાતો કરતા બને ગામની બહાર સ્મશાન બાજુ નીકળી ગયા.

આ સ્મશાનમાં એક અઘોરીબાબા રહેતા હતા. બને નસાની હાલતમાં વાતો કરતા અઘોરી બાબા પાસે પહોંચ્યા,!  મૂકેશ અને તેનો મિત્ર બાબાને હેરાન કરવાના હેતુથી તેની પાસે ગયા! તે પહેલા તેની સાથે બેઠા અને દારૂના નશામાં ભૂતો ની આડી અવળી વાતો કરી. 

થોડીક વારા ભૂતના વિષય પર દરેક રીતે માહિતી લેતા બને એ બાબાને ભૂત જોવા કહ્યું!  પહેલા તો બાબાએ મુલતવી રાખ્યું, પરંતુ દારૂની  જીદ આગળ બાબાએ નમતું જોખવું પડ્યું.

બાબા તો સંમત થયા. પણ તેમને બંને ને કેટલીક ચેતવણીઓ આપી અને તેમની આસપાસ એક વર્તુળ બનાવ્યું અને કહ્યું, ગમે તે થઈ જાય પણ આ કુંડળી બહાર ન નીકળતા, જે થાય તે થવા દેજો!

આટલું કહીને બાબા મંત્રનો જાપ કરવા લાગ્યા!  મૂકેશ અને તેનો મિત્ર હિતેશ  થોડો સમય તો હસતા હતા કારણ કે તેઓ આ વાત ને મજાક સમજતા હતા!  અચાનક, છમ.. છમ... છમમ... નો અવાજ આવ્યો અને ત્યાં એક સ્ત્રી આવી અને ઊભી રહી ગઈ! પછી અચાનક ત્યાં બીજી બે મહિલાઓ આવી અને તે પણ ત્યાજ ઊભી રહી!

બંનેએ જોયું તો લાંબા કાળા વાળ, મો માંથી બહાર દેખાતા બે દાંત અને દાંતમાંથી ટપકતું લોહી, લાલ ચમકતી આંખો, બને મિત્રોએ જોયું તો આ ચૂડલો હતી. અને એ નજીક આવીને ચીસો પાડી રહી હતી.

બંનેના રૂવાળા ઊભા થઈ ગયા. 

 આ જોઈને મૂકેશ અને હિતેશ ની સીટ્ટી પટ્ટી ગોળ ગોળ ગઈ!  બંનેનો નશો એક પળમાં ગાયબ થઈ ગયો!  બંને ડરના કારણે ભાગવા લાગ્યા!  

પરંતુ....

 દૂર ઉભેલી ચૂડેલો અચાનકથી તેની સામે આવી ગયુ અને તે બનેને ઘેરી લીધા. અને તેમની આસપાસ ફરવા લાગ્યું.!  તે તેમને ભયંકર રીતે જોઈ રહી હતી, સાથે સાથે ભયંકર અટ્ટ હાસ્ય કરી રહ્યું હતી.

આમ અચાનક થી ચૂડલો ની વચ્ચે ઘેરાતા બંને ત્યાં મૂર્છિત થઈ ગયા!  સવારે જ્યારે હોશ આવ્યો. ત્યારે ત્યાં માત્ર અઘોરીબાબા જ હતા!  જ્યારે તેણે ચૂડલો વિશે પૂછ્યું ત્યારે બાબાએ કહ્યું કે તેમને તેને ભગાડી મૂકી હતી.

 બંને બાબાના પગને સ્પર્શ કરી ત્યાંથી ભાગી ગયા!  તે દિવસ પછી મૂકેશ અને હિતેશ મોડી રાત્રે સુધી રખડવાનું બંધ કરી દીધું,!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ