વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા અનુભવો

દરેક વર્ષની જેમ ૨૦૨૦ માં પણ ઘણા સારા નરસા અનુભવો થયા ઘણુ નવુ શિખવા મળ્યુ. નવા લોકો નવા મિત્રો નિ મુલાકાત થઈ. પરંતુ આ વર્ષ મારા માટે જેટલુ સારુ હતુ એટલુજ ખરાબ પણ નિકળ્યુ. જિવન નો એક કડવો અનુભવ આપતુ ગયુ. એક એવો અનુભવ કે આજિવન હુ ભુલી નહિ શકુ. અમુક મિત્રો પરિવાર અને "તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા"  જેવી ટિવી સિરીયલ ના હોય તો આજે કદાચ હુ અહિ લેખ લખવા માટે હયાત ના હોત. હુ જે શિખ્યો છુ મારુ વર્ષ ૨૦૨૦ હુ શરુઆત થી જ આપ સૌ ને મારા અનુભવો જણાવુ

દર વર્ષની જેમ ૨૦૨૦ ની શરૂઆત પણ આ વખતે કઈક સારીજ થઈ હતી. હુ અને મારી નોકરી બન્ને સહીસલામત હતા. સાથે મારો મંચ પર આવી માઈક હાથ માંં લઈ અગણીત જનતા સામે કશુક બકબક કરવા નો એ શોખ જે હુ પુરો કરવા નો હતો એક ઓપન માઈક ઇવેંટ દ્વારા 

ફેબ્રુઆરી માહ નિ ૨૩ તારીખે એ શોખ પણ પુરો થયો અને મારી ધારણા કરતા પણ વધુ લોકો એ આ કાર્યક્રમ ને નિહાળ્યો અને ખાસ તો ઇટિવી ભારત ના માધ્યમ થી આ શો લાઈવ કરવા મા આવ્યો હતો જેથી કરી ને વધુ માં વધુ લોકો સુધી અમે પહોચી શક્યા. ત્યાર બાદ પણ હુ આગળ આવા કાર્યક્રમ કરવા માંગતો હતો પરંતુ આ કોરોના અને લોકડાઉન ને લિધે અમે ના કરી શક્યા. લોકડાઉન ઘરે બેઠા મમ્મી ના હાથ નુ સરસ મજા નુ ચટાકેદાર ભોજન ખાઈ ને વિતાવ્યુ. 

જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ ઘર વધુ કંટાળાજનક લાગવા લાગ્યુ પરંતુ કહે છે કે કોઇ પણ સમય જાજો ટકતો નથી. મારી સાથે પણ એવુ જ થયુ. હુ બેંક માં નોકરી કરતો એટલે બેંક નુ આઈ ડી કાર્ડ સાથે રાખી ગામ માં લટાર મારવા નિકળી પડતો અને કોઇ રોકે તો એક ગ્રાહક ને ત્યા જવ છુ તેમ કઈ નિકળી જતો. તેમ દિવસો પસાર થતા હતા. લોકડાઉન માં મને પરીવાર થકી એક નવો મિત્ર મળ્યો જે જીવનસાથી બનવા યોગ્ય હતો. વાતચીત અને બન્ને નિ સહમતી થી વૈવિશાળ ના બંધારણ માં અમે બંધાઈ ગયા  આ સંબંધની શરૂઆત તો ઘણી સુખદ રહી એવુ લાગતુ જાણે અમે બન્ને એક બિજા માટે જ બન્યા છે. બધુ ક્ષણભર માં જ નક્કી થઈ ગયુ હતુ. એક મુલાકાતના ૧૫ માં દિવસે જ અમે બન્ને એક થઈ ગયા હતા. અમે સાથે ફરવા જતા જમવા જતા. મે મારા જિવનની કિતાબ એનિ સામે આખી ખોલી નાખી હતી અને ખુબ જ સારા દિવસો વિતતા હતા. પરંતુ આ દિવસો અને અમારો પ્રેમ કુદરત ને મંજુરના હતો. એક મિત્ર (હાલ શત્રુ) એ કરેલી મજાક ને લિધે તેના મન માં એક શંકા ઉત્ત્પન કરી કે હુ તેનિ સાથે પ્રેમનો ફક્ત ઢોંગ કરુ છુ જે વાત તદ્દન ખોટિ હતી. આ મજાક બાદ તેના વર્તનમાં ઘણો ફેરફાર દેખાતો હતો. અને આ બાબતે હુ પુછુ તો માથુ દુ:ખે છે કે પેટ મા દુ:ખે છે. તેવા જવાબો મળતા હતા. એક દિવસ રુબરૂ મુલાકાત માં 'હુ બધૂ તમને શેર ના કરુ' તેવા શબ્દો મને તેના તરફ થી સાંભળવા મળ્યા જે મારા માટે ઘણા શોકિંગ હતા. મે ગુસ્સો કરવા ને બદલે પ્રેમ થી જણાવ્યુ કે આ શબ્દો બોલતા પહેલા 'લગ્ન' જે ફક્ત અઢી અક્ષર નો શબ્દ છે તેનો અર્થ સમજી લે પરંતુ અમારા વચ્ચે ઝઘડા વધ્યા અને મારા પર ખોટા આરોપ લાગ્યા અને ત્યાર બાદ મને તેના બદલાયેલા વર્તનની ખબર પડી કે તેના મન માં શંકા હતી અને તે મિત્રએ કરેલી મજાક બાદ મને હર વખતે શંકા નિ દ્રષ્ટીએ થી જોતી હતી જે હુ સમજી ના શક્યો અને અંતે અમારો સંબંધ કાચનિ જેમ તુટી ગયો. અમે ઘણી સમજાવવા નિ કોશિષ કરી કે મારા વિષે જેવુ દ્રશ્ય તેના મગજ માંં છે તેવુ કઈ હકિકત માં છે જ નહી પરંતુ ના માની તે નાજ માની. હુ ઉંડા આઘાત માં પ્રસરી ગયો. બે-ત્રણ માહ સુધી હુ ઘરની બહાર કદમ જ ના મુકતો પપ્પા ઘણી વાર ધરાર લઈ જતા બસ એ જ. હુ હજુ સુધી કારણ શોધુ છુ કે મે એવુ શુ ખોટુ કર્યુ. મે એવો તે શુ ગુન્હો કર્યો તે મને આ સજા મળી. નોકરી પર ના જઈ શકવા ને કારણે નોકરી માથી પર ટર્મિનેશન આવ્યુ. જન્મદિવસ પણ નજીક આવતો હતો એટલે એવુ નક્કિ કર્યુ હતુ કે જન્મદિવસ ઉજવી આત્મહત્યા કરી લેવી છે બધુ નક્કિ થઈ ગયુ. અંતિમ પત્ર પણ લખી રાખ્યો હતો પરંતુ મોટાભાઈ નિ ૨ વર્ષ નિ દિકરી જે મારા માટે પણ દિકરી સમાન જ છે તેના ચહેરા સામે જોઈ આગળ જિવવા નુ અને કુદરતી મોત આવે ત્યારે જ મરવુ તેવુ નક્કી કરી આપઘાત નો પ્લાન પરત ખેચ્યો. એક મિત્ર નિ સલાહ થિ ધ્યાન પણ કર્યુ જેથી કરી ને હવે થોડુ માનસિક રિતે થોડિ શાંતી અનુભવુ છુ. સરકાર ના નિયમ મુજબ વધુ લોકો તો ભેગા ના કરી શકુ એટલે ઇવેંટ પર તો હાલ પ્રતિબંધ રાખ્યો છે પરંતુ અમુક મિત્રો ને લિધે એક શોર્ટ ફિલ્મ બનાવી જે વર્ષ ના અંતિમ દિવસે યુટ્યુબ પર મુકી જેનો ઘણો સારો રિસપોન્સ મળ્યો છે. 

 

ધન્યવાદ કરીશ હુ એ વ્યકતી ને જેને એક મજાક થી મારૂ આખુ જિવન બરબાદ કરવા માટે કોઇ કસર ના છોડી. એણે મને મારા થનારા જિવનસાથી નો ખરો સ્વભાવ વિશે જાણ કરી. ધન્યવાદ કરીશ એ મિત્ર ચાંદની મોદી જે મારા માટે બહેન સમાન છે કે જેણે મને જિવનની હકિકત વિષે જાણ કરી. અને ખાસ કરી ને આસિતકુમાર મોદી અને દિલીપ જોશી જેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી ટિવી સિરીયલ બનાવી કે મારા કપરા સમય માં મને સાથ આપ્યો. અને એ મિત્ર નો પણ કે જેની સાથે મળી મે શોર્ટ ફિલ્મ બનાવ્યુ. સાથે સાથે ખુબ ધન્યવાદ પોરબંદર ના દિવ્યાંગ ક્રુપા લોઢિયા નો પણ કે જેણે મને તેનિ આત્મકથા લખવા માટે પ્રેરણા આપી જે હુ ૨૦૨૧ માં પુસ્તક જનતા સમક્ષ મુકીશ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ