વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નેઇલ પોલિશ - ફિલ્મ રિવ્યૂ - ટેસ્ટ ઘી થન્ડર - એક ખુલ્લો પત્ર દિર્ગ્દર્શક બગ્સ ભાર્ગવને

નેલ પૉલિશ : ફિલ્મ રિવ્યુ – ટેસ્ટ ધી થંડર –દિર્ગદર્શક બગ્સ ભાર્ગવને ખુલ્લો પત્ર

હેલ્લો બગ્સ ભાર્ગવ,

એકાદ વર્ષ પહેલા એક ફિલ્મ કોઈ પણ જાતની ખાસ અપેક્ષા વગર જોઈ કાઢેલી. ફિલ્મનું નામ – બારોટ હાઉસ. એ ફિલ્મ જોયા પછી મગજ એવું તો બહેર મારી ગયેલું કે દિર્ગદર્શકનું નામ આઈ.એમ.ડી.બી. કર્યું. બગ્સ ભાર્ગવ – વાહ, મોજ કરાવી દીધી. ખરેખરી સાઇકો થ્રિલર ફિલ્મ કોઈને જોવી હોય, તો બૉલીવુડમાં ‘બારોટ હાઉસ’ ચોક્કસથી જોવા જેવી. થોડા સમય પહેલા નેલ પૉલિશનું ટ્રેલર જોયું. Zee5 છેલ્લા થોડા સમયથી ખરેખરું અંદરડોગ ઑ.ટી.ટી. થઈ ગયું છે. નેટફ્લિક્સ, એમેઝોનની ઝાકમઝાળમાં Zee5 ખરેખર અંડરરેટેડ એક્ટર્સ અને ઓછો બજેટની ફિલ્મો લાવીને પ્રેક્ષકોને મોજ કરાવી રહ્યું છે. (જેમ કે દરબાન, નેલ પૉલિશ, જીત કી ઝીદ, કાગઝ, તૈશ, નક્સલ બાડી, ધી ફાઇનલ કોલ, ચિંટુ કા બર્થડે, પરીક્ષા, કાફિર, બારોટ હાઉસ, કાફિર, લંડન કોન્ફિડેંશિયલ જેવી ઘણી ફિલ્મો અને સીરિઝ લાવી ને). એટલે ટ્રેલરમાં એ નોટ કર્યું કે માનવ કૌલ, અર્જુન રામપાલ, રજીત કપૂર, આનંદ તિવારી જેવા સરસ મજાના કલાકારો છે, તો જોઈ કાઢીશું. ખાસ અપેક્ષાઓ નહોતી રાખી, પણ ફિલ્મ જોઈને તરત દિર્ગદર્શકનું નામ શોધવું પડ્યું. ડેજાવુ – બગ્સ ભાર્ગવ. વાહ..!!!

ફરી એક વાર સાઇકો થ્રિલર. પછી તો તમારા વિષે જાણવા માટે ગૂગલ કરવું પડ્યું, પણ બહુ શોધ્યા પછી પણ ખાસ માહિતી ન મળી. એંશીના દાયકામાં આપ પાંચસો રૂપિયા અને ઘણા બધા સપના ગજવામાં ભરીને મુંબઈ આવેલા. કોઈ મિત્રને ત્યાં કે જ્યાં રૂમ શેરિંગની પરવાનગી નહોતી ત્યાં રોકાયેલા, કે જ્યાં જ્યારે મકાનમાલિક આવતા ત્યારે રસોડામાં ભાગીને રસોઈયાની એક્ટિંગ કરવી પડતી. ફૂટપાથ પર પણ ઊંઘેલા. પણ નસીબ ચમક્યું અને ગુરુ તરીકે મળ્યા એડ ગુરુ એલેક પદમશિ. આપે કઈ કઈ એડ્સ બનાવી એ શોધવા ઘણું ગૂગલ કર્યું પણ સફળતા ન મળી, પણ એક એડ કે જે ભારતભરમાં બધાને મોઢે હશે – ‘ટેસ્ટ ધી થંડર’ આપે બનાવી છે તો બીજી પણ આવી લોક જીભે ચડેલી એડ્સ હશે જ. આપે અમુક ફિલ્મોમાં નાના મોટા પણ જોવા ગમે એવા રોલ પણ કર્યા. તારે ઝમીન પરના એ શિક્ષક તો મજાથી બધા યાદ પણ કથા હશે. પણ આપણે વાત કરવાની છે અહીં તમારી ફિલ્મ – નેલ પૉલિશની.

ફિલ્મની વાર્તા ટૂંકાણમાં વાચકોને કહીયે. વાત છે ભારતીય સેનામાંથી નિવૃત થયેલા વીર સિંઘની. ફિલ્મમાં વીર સિંઘનો રોલ કરે છે અફલાતૂન એક્ટર માનવ કૌલ. વીર સિંઘને સેનામાં ઉત્કૃષ્ટ સેવા બદલ મહાવીર ચક્ર પણ મળ્યો છે. નિવૃત થયા બાદ એ લખનૌમાં બાળકો માટે સ્પોર્ટ્સ એકેડેમી ખોલે છે. સમાજમાં માનપૂર્વક એનું નામ લેવાય છે. આ દરમિયાન લખનૌમાં છેલ્લા કેટલાક સમયથી બાળકોની હત્યા થઈ રહી છે અને એમના અતિક્રૂરતાપૂર્વક બાળેલા શબો પ્રાપ્ત થઈ રહયા છે. આ કેસમાં એક સ્ટ્રોંગ લીડ મળે છે અને આ તમામ હત્યાઓનો આરોપ આવે છે વીર સિંઘ પર. એ વીર સિંઘને પોતાના કોઈ ફાયદાને લીધે બચાવવા માટે એક પોલિટિકલ પાર્ટી ડિફેંડિંગ લોયર તરીકેની જવાબદારી સોંપે છે હાઇપ્રોફાઇલ વકીલ સિધ્ધાર્થ જયસિંહને, કે જે કુખ્યાત છે નીતિને પડખે મૂકીને પણ કોઈ પણ ભોગે કેસ જીતવા માટે. આ બાહોશ વકીલની ભૂમિકા ભજવે છે નેશનલ એવોર્ડ વિનર અભિનેતા (ખી ખી ખી ખી....) અર્જુન રામપાલ. અને એકદમ નીતિથી જીવતા, થોડા ઘણાં ફ્રસ્ટ્રેટેડ પણ મહેનતુ સરકારી વકીલ એવા અમિત કુમાર (સુંદર અભિનેતા આનંદ તિવારી)ને પ્રોસિક્યુશન સોંપવામાં આવે છે. ખરા અર્થમાં નિષ્પક્ષ એવા જજની ભૂમિકામાં છે ઓરિજનલ બોમકેશ બક્ષી ફેમ રજીત કપૂર. ઈંટરવલ સુધી ફિલ્મ એ દિશામાં જકડી રાખે છે કે ખરેખર ખૂન વીર સિંઘે કર્યા છે કે એ ફક્ત ફસાયો છે? કથાનક પ્રેક્ષકોને એક સરસ મજાનાં કંફ્યૂઝનમાં રાખે છે કે સાચું શું હશે અને ખોટું શું? કોર્ટની તારીખોમાં સંવાદોની રમઝટ મોટે ભાગે અર્જુન રામપાલને ફાળે આવે છે, અને એ પર્સનાલિટી સભર રોલમાં અર્જુન સુંદર ખીલી પણ ઉઠ્યો છે. આ તરફ કોર્ટ ઉપરાંત જેલમાં પણ માનવ કૌલ વીર સિંઘની ખામોશીને ખૂબ સચોટ રીતે નિભાવે છે. પણ કોર્ટરૂમ ડ્રામા અને મર્ડર મિસ્ટ્રીમાંથી ઇન્ટરવલ પોઈન્ટ પર ફિલ્મ સજ્જડ રીતે ફંટાય છે અને બની જાય છે એક થંડરસ સાઇકો થ્રિલર...!!

 આપ સાહેબ, આ ફિલ્મમાં બે બાબતે ખૂબ સફળ થાઓ છો. એક તો કોર્ટ રૂમ ડ્રામાને દમદાર બનાવવામાં અને બીજું જે આપની પહેલી ફિલ્મ ‘બારોટ હાઉસ’માં પણ સબળું પાસું હતું, એવી સાઇકોલોજિકલ થ્રીલરની ક્રીપ આપવામાં. (ડિસ્ક્લેમર: થોડું હાર્ડકોર જુગુપ્સાપ્રેરક વાયોલેંસ અને અરેરાટી ફેલાવે એવી ક્રીપી ફિલ્મ જેમને ન ગમતી હોય, એણે બંનેમાંથી કોઈ પણ ફિલ્મ જોવી નહીં.) પણ અમુક નબળી બાજુઓ પણ આ ફિલ્મમાં આપની ઉજાગર થાય છે. જેમ કે ફિલ્મમાં અમુક વણજોઈતી વાતો ઉમેરાઈ છે જે ફિલ્મને કારણ વગર લાંબી કરી નાખે છે. અર્જુન રામપાલની એના મૃત પિતા સાથેનો ટ્રેક સરસ છે, પણ જજ ભુષણનો એમની આલ્કોહોલિક પત્ની (ઘણાં સમય પછી મધુને જોઈ)નો ટ્રેક કે સરકારી વકીલનો એના પરિવાર સાથેનો ટ્રેક ટાળી શકાત. અને ક્યાંક ક્યાંક ફિલ્મ ચીલાચાલુ પણ થાય છે. પણ તો ય એક સરસ દિર્ગદર્શક તરીકે કે જેની આવનારી ફિલ્મોની રાહ જોવી પડે, આપ સરસ છાપ છોડી ગયા, અને એટલે જ આ પત્ર અર્જુન રામપાલ (કે જે છેલ્લા થોડા સમયથી થોડું સારું કામ કરી રહ્યો છે), કે આનંદ તિવારી (કે જેને કોમેડી એક્ટર તરીકે ટાઈપકાસ્ટ નહોતું થવું એટલે આવી ફિલ્મોમાં અભિનય કરે છે તેમજ સારી સારી વેબસીરિઝ પ્રોડ્યૂસ કરે છે) એમને લખાયો હોત. અને પહેલી નજરે તો આ પત્રના હક્કદાર તરીકે માનવ કૌલ જ દેખાય છે કે જેનો અભિનય આ ફિલ્મનો જીવ છે. સૌ કોઈ ને પ્રથમ નજરે જ કશુંક ઇમ્પ્રેસ કરતું હોય તો એ છે માનવ કૌલની પ્રતિભા. તે છતાં આ પત્ર આપને છે કેમ કે એક ફિલ્મની બાગડોર સૌથી વધુ દિર્ગદર્શકના હાથમાં હોય છે અને આપની પહેલી બંને ફિલ્મે મને ખૂબ શ્રધ્ધા જનમાવી છે આપનામાં.

ઓવર ઓલ, આ ફિલ્મ સાઇકોલોજિકલ ફિલ્મ્સ જોવાની ગમતી હોય એને જોવા જેવી ખરી. અને ખાસ તો પર્ફોમન્સિસ માટે જોવા જેવી ખરી. આ ફિલ્મને મારા 10 માંથી 8 સ્ટાર્સ.

લેખક મયુર પટેલની નવલકથા ‘ગુલમર્ગ એસ્ટેટ’ વાંચી હશે એને આ ફિલ્મ જોતી વખતે એ નવલકથાના અમુક પાસાઓ ચોક્કસથી યાદ આવી જશે. એ એ વાચકો માટે છોગામાં.

-         એક બૉલીવુડ ફેન, હાર્દિક રાયચંદા

તા.ક. વાચક મિત્રો, આપનો કીંમતી મત (અભિપ્રાય) મને આપો.

આપની પસંદીદા સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ કે ટૂંકી વાર્તા કે પછી નવલકથાનું નામ નીચે કમેંટમાં જણાવો તો ગમશે. ફિલ્મ જોયા પછી ફિલ્મ કેવી લાગી એ પણ જણાવજો કમેંટ્સમાં.

તાજા એક્સાઇટિંગ સમાચાર: તિગ્માંશું ધુલિયા (પાનસિંહ તોમર, સાહેબ બીબી ઔર ગેંગસ્ટર, હાસિલ)ની નવી વેબસિરીઝની તૈયારીઓ ચાલી રહી છે. જે વિકાસ સ્વરૂપની ‘સિક્સ સસ્પેક્ટ્સ’ નામની નવલકથા પર આધારિત હશે. અને એમાં મુખ્ય પાત્ર ભજવશે આપણો બિગ બુલ બક્ષી - પ્રતિક ગાંધી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ