વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મા નો દીકરીને પત્ર

*મા નો દીકરીને પત્ર*


           બેટા આજના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટમાં મારા આ શબ્દો જ આપવા છે. આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી પણ ક્યારેક લાગણીવશ તને ભેટી જરૂર પડી પણ કહી ન શકી...


આમ જો તો આ દુનિયા ખૂબ જ સુંદર છે, છતાં નિષ્ઠુર પણ છે. કપટી અને સ્વાર્થી છે આ દુનિયાના લોકો... 

મારી ભલીભોળી દીકરી સુખેથી ગૌરવભેર જીવી શકશે ??? દુઃખ તેને દૂરથી પણ સ્પર્શી તો નહીં  જાય ને ?????  આવી અગણિત કાંઈ કેટલીય ચિંતાઓ મને ઘેરી વળે છે. અને આ બધી ચિંતાઓના  કારણે ઘણીવાર પ્રેમથી તો ક્યારેક ગુસ્સાથી કેટલાય જિંદગીના પાઠ તને શીખવતી રહી છું.એમનો એક પાઠ તને આજે અહીં સમજાવી રહી છું.

        આજકાલ વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઇ રહ્યું છે આ વેલેન્ટાઇન વિકના નામે, પ્રેમના સાત દિવસ...!! શું પ્રેમ ફકત સાત દિવસ પૂરતો સીમિત હોય ખરો? શું પ્રેમની અભિવ્યક્તિ ફકત આ સાત દિવસ જ હોય? બાકીના દિવસોમાં પ્રેમ અભિવ્યક્ત નાં થઇ શકે? મને તો એ નથી સમજાતું કે પ્રેમના  સાત દિવસ છે કે આ સાત દિવસ પૂરતો જ  પ્રેમ? તું સમજે છે ને બેટા હું શું કહેવા માંગુ છું? પ્રેમ એક સુંદર અનુભૂતિ છે, એક સુંદર અહેસાસ,  પ્રેમનો આમ દેખાડો નાં હોય બેટા,  આવા કહેવાતા પ્રેમની ખોટી માયાજાળમાં તું નહીં ગુંચવાય એ  આશા રાખું છું.

           તું ખૂબ ડાહી અને સમજુ છે. મમ્મીના આ "ભાષણ", મારી વ્યર્થ લાગતી ચિંતા અને ક્યારેક મુકાયેલા અણગમતા પ્રતિબંધ પાછળનો મર્મ તું ખૂબ સારી રીતે સમજે છે .


       જ્યારે હું  તારી ઉંમરની  હતી, ત્યારે મને આવા પાઠ સમજાવવા માટે મારી પાસે મારી મા નોહતી, પણ તારી પાસે અને તારી સાથે હંમેશા હું છું, એક મા તરીકે પણ અને એક મિત્ર તરીકે પણ.

        સાચા પ્રેમના એહસાસ અને  દેખાડાની લાગણી વચ્ચેની પાતળી ભેદરેખા તું જોઈ શકે એ માટે આજે આ બધું લખુ છું. તું સમજી શકીશને મને અને મારી તારા પ્રત્યેની આ લાગણીને...!


હું કદાચ પરફેક્ટ મા છું કે નહિ એ નથી જાણતી, પણ તું એક પરફેક્ટ દીકરી છે, અને તારા જેવી દીકરી પામીને હું મારી જાતને ધન્ય માનું છું.


   બસ એટલું કહીશ કે હંમેશા આગળ વધ, સ્ટ્રોંગ બન, બહુ સરળ ન બન. તું સ્ટ્રોંગ બનીશ તો હું  સ્ટ્રોંગ રહીશ. 


Love you so much my   "લાડકી".

          લિ. તારી મમ્મી.


પારૂલ ઠક્કર  "યાદ"

ભાવનગર

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ