વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેગી

મેગી 

 

 


લોકડાઉન નો લગભગ અગિયારમો દિવસ હશે, સવારે હું જરૂરી વસ્તુ લેવા માર્કેટ ગઈ. મોલ બધા બંધ હતા. એક અમીર અને ગરીબ બધા લાઈન માં ઉભા હતા. એવામાં એકના પણ ચહેરા ન દેખાય. માસ્કથી ઢાંકેલા।....
                                                            હું જયારે ઘરેથી નીકળી ત્યારે મારો ત્રણ વર્ષનો દીકરો બોલ્યો,'મમી મારી મેગી ન ભૂલતી.' મેં માસ્ક માંથી જ હસીને હા માં માથું હલાવી ગાડીમાં નીકળી પડી. જેમ મેં તમને કહ્યું કે મોલ બંધ હતા, એટલે મેં બહુ મોટી ના કહી શકાય અને સાવ નાની પણ નહિ, મીની મોલ કહી શકાય એવી એક દુકાન પાસે મારી ગાડી ઉભાડી. લાઈન બહુ લાંબી ન હતી એટલે મને થોડો હાશકારો થયો. મારી આગળ એક બહેન ઉભા હતા. કદાચ પચાસેક વર્ષના. એમણે ગ્રીન સાડી પહેરી હતી એકદમ વ્યવસ્થિત એમના પહેરવેશ પરથી લાગ્યું કે અમીર હતા. એની આગળ એક કાકા ઉભા હતા. કદાચ પાંસઠ વર્ષના. એની સાથે એક પાંચ વર્ષની નાનકડી છોકરી ઉભી હતી. બને નો પહેરવેશ જોઈને જ સમજી શકાય કે બને ગરીબ હશે. મેલો લેંઘો અને ઉપર હાફ બા વાળું ગંજી કાકાએ અને એક જૂનો ફ્રોક એ છોકરી એ પહેર્યો હતો. એનાથી આગળ એક ત્રીસેક વર્ષની મહિલા હતી. જેને આ કાકા અને છોકરીથી થોડી બેચેની થતી હતી. મેં જોયું એ માસ્ક ઉપર પણ હાથ રાખીને ઉભી હતી કારણ તમે સમજી ગયા હશો. દુકાનમાં ત્રણ જણા ઓડર લેવા વાળા હતા. એટલે કે સમાન દેવા વાળા હતા. એટલે એમણે પેલી મહિલા, પેલા માજી અને મને પૂછ્યું, કે શું જોઈશે? અમે બધા પોતપોતાની વસ્તુ લખાવતા હતા. પેલા કાકા હજુ પણ એમ જ ઉભા હતા. મારી આગળ ઉભેલા માજીનું લિસ્ટ લાબું હતું એ લિસ્ટ લખાવી એમ જ ઉભા હતા. પેલા બાપા  થોડો સંકોચથી અમારા સામે જોતા હતા. માજી એ કદાચ આ જોયું એમણે દુકાનવાળાને કહ્યું કે આ બાપનો પણ ઓડૅર લખો.'' દુકાનવાળા એ કહ્યું કે એ કાકાને જે માલ જોઈએ છે એ અમારી પાસે નથી. મેં બાપાને કહ્યું પણ સમજતા નથી. એટલે માજી બોલ્યા કેવો માલ? '' દુકાનવાળાએ કહ્યું કે સસ્તો માલ, ઘઉં ચોખા બધું....એટલું બોલી એ બાપાને બોલ્યા, બાપા બીજી દુકાને જાઓ અહીં તો નથી મળતી આ વસ્તુ. બાપા પોતાની મેલી થેલી લઇ આગળ જતા જ હતા કે દુકાનવાળાએ મને પૂછ્યું, તમારી મેગી કેટલી? મેં કહ્યું ચાર પાંચ પેકેટ નાખી દો. પેલી છોકરી જે હજી શાંત ઉભી હતી એ તરત પાછળ વળીને મેગી સામે જોઈ રહી. બાપા એનો હાથ પકડી લઇ ગયા. માજી હજી પણ ઓડર લખાવી રહ્યા હતા. પેલા બાપા અને છોકરી આગળ નાનકડા તળાવ પાસે ગયા અને ત્યાં ઘરેથી સાથે લાવેલ રોટલીના નાના ટુકડા કરી ને માછલીઓને આપવા લાગ્યા. મને વિચાર આવ્યો કે કેટલો અમીર માણસ કહેવાય. પોતા પાસે છે કે નહિ એની ચિંતા વગર જ.....પેલી છોકરી પણ ખુશ થઇ થઈને રોટલી નાખતી હતી. અને વચ્ચે વચ્ચે બોલતી હતી, ''નેર્યો અધા આવયી  આવયી'' ((એટલે કે જોવો દાદા આવી મછલી....'')) હું ગાડીમાં હતી જોઈ ને વિચારતી વિચારતી ત્યાંથી નીકળી ગઈ. પોલીસ ઉભી હતી..... આગળથી થોડો શાકભાજી લઈને પાછી વળતી હતી ત્યારે મેં જોયું કે એ બાપા અને છોકરી ખાલી થેલી લઈને સામેથી આવતા હતા. મને વિચાર આવ્યો કે એ છોકરીને એકાદ મેગી આપી દઉં..... ત્યાં મારો ફોન વાગ્યો...હું ફોન ઉપાડવા ગઈ ત્યાં એક કાર આવી અને પેલા બાપા પાસે ઉભી, મારાથી દૂર હતા બને.  રસ્તો સુમસાન હતો. એ કારનો દરવાજો ખુલ્યો અને એક હાથ બહાર આવ્યા એક મસમોટી થેલી સાથે અને બાપા સામે એમણે ધરી, બાપાએ હાથથી ના પાડી અને એમના ચહેરા પર એક હાસ્ય હતું એ ચોખ્ખું દેખાતું હતું મને. એ બે હાથ થેલી બાપાના હાથમાં પકડાવી અને એમણે જોડેલા દેખાયા મને..... મને સમજાયું નહિ કે દેનાર હાથ જોડે કે આપનાર!!! બાપાએ હાથમાં થેલી ટાઈટ પકડી એટલે એ ગાડી સડસડાટ નીકળી મારી બાજુમાંથી,,, ગાડીમાં ચહેરો ન દેખાયો પણ પેલી ગ્રીન સાડી દેખાઈ મસ્ત.....મેં ફોન ક્ટ કરી ગાડી ચાલુ કરી અને પેલા બાપા પાસેથી ધીમી ગતિએ નીકળી, એમની થેલીમાં પીડા કલરની મેગી દેખાયી અને મેં ગાડી સડસડાટ જવા દીધી.....રાતે મારા દીકરાને મેગી બનાવી આપી ત્યારે એક ગીત ચાલુ હતું મારા ટીવી પર, યુંહી ચલા ચલ રાહી, યુંહી ચલા ચલ.....કિતની હસી હે એ દુનિયા.....'' અત્યારે વિચાર આવે છે કે જેણે માછલીઓનો ભૂખી રહેવા ન દીધી એને મારો ઈશ્વર કેમ ભૂખ્યો રાખે?

 


સો ફ્રેન્ડ્સ તમે પણ તમારી આજુબાજુ નજર કરતા રહો અને વગર વિડિઓ ઉતારે મદદ કરતા રહો........

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ