એવો નથી હું
ખાલી ખાલી આંખો ખોડુ એવો નથી હું.
વાતવાતમાં સંબંધને તોડુ એવો નથી હું.
વિશ્વાસ ને વફાનો હાથ ધરીને બેઠો છું,
ગેરસમજણ કરીને છોડુ એવો નથી હું.
વચન નિભાવવા હરદમ રાહમાં ઊભો,
મિલન કાજે નજર મોડું એવો નથી હું.
મતભેદો થયાં કરતા હોય સંબંધો મહીં,
લાગણીઓ કદી છંછેડુ એવો નથી હું.
અમૃૃૃૃતનો અહેસાસ લઈ ઊભો સદાય,
ખાલી ઝાંઝવા પીવાં દોડુ એવો નથી હું.
ખુબ પારખા કરી લેેેજે મારા "તકદીર"
હ્ર્દયથી કદીએ તરછોડુ એવો નથી હું.
-જેે.એમ.ભમ્મર
"તકદીર"
૭૯૮૪૧૬૭૬૦૭