વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરસાદનો મુંઝારો

હવે તો વરસાદ પણ કેવો મુંઝાય છે,

એ ના ઇચ્છે તો પણ ક્યાંક લંબાય છે.

 

 

ના વૃક્ષો વાવ્યા ના પ્રદૂષણ ઘટાડ્યું,

એ કારણે ક્યાંક તો દુકાળ વર્તાય છે.

 

 

વરસાદ તો કેવો થનગને છે વરસવા,

આ માનવી એવો કે ડરથી સંતાય છે.

 

છત્રી અને રેઇનકોટના આવરણો છે,

દિલને સ્પર્શવામાં અવરોધ સર્જાય છે.

 

ના શરીરને ના દિલને એના સ્પર્શે છે,

આ ધરતીને જુઓ, ક્યાં એ ધરાય છે?

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ