વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું આવે તો...!


વરસતાં વરસાદની બુંદોને હથેળીમાં ભરી લઉં,

તું આવે તો તને પણ મારા હૃદયમાં સંઘરી લઉં.


અનરાધાર વરસાદની બે-ચાર ક્ષણો ચોરી લઉં,

તું આવે તો પ્રતિક્ષાની થોડી પળો પણ ઉમેરી લઉં.


આડંબરથી ગાજતી વીજ સાથે દોસ્તી કરી લઉં,

તું આવે તો વિનંતીથી મેઘધનુષને પણ નોતરી લઉં.


ઝાપટાં સંગે તારા નગરમાં એકાદ લટાર મારી લઉં,

તું આવે તો બાહો ફેલાવી તારું નામ પણ પુકારી લઉં.


તારી સ્મૃતિઓમાં અનેકવાર ડૂબીને ય તરી લઉં,

તું આવે તો તારા આગમનને પણ દિલમાં ઉતારી લઉં.


પાણીનાં વમળો વચ્ચે ય હું રસ્તો ચીતરી લઉં,

તું આવે તો હું મારી હાર પણ સ્વીકારી લઉં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ