વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્મરણ


નીરવતામાં બેચેની વાવી ગયું
નિષ્ઠુર દિલને ટકોરા દેતું ગયું
સહેજ જ્યાં આંખો બિડાઈ
સ્વપ્ન સાથે ખેલ ખેલી ગયું
તારું સ્મરણ...

તનથી વધુ ભીંજાયેલા મનનાં
મેઘલ રાતનાં એ સંભારણાં
નીંદરને અમસ્તાં છંછેડી ગયા.

કયારેક લાડ કરાવ્યાં હતાં
ત્યારથી ગેલમાં આવી ગયું
તારું સ્મરણ...

અધીરું બન્યું હતું મળવાને મરણ
એજ તફડાવી ગયું
તારું સ્મરણ...

છાયા ચૌહાણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ