વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આઈ બરખા રી...

*આઈ બરખા રી....????????️????️????????????????????????????????????????


છાઈ નભે  ઘનશ્યામ ઘટા રી;

દમકે દામિની અનોખી અદા રી,


શોભે આકાશ ઈન્દ્ર ધનુષી છટા રી;

વરસે મેઘ થાય પુલકિત ધરા રી,


બોલે દાદુર બપૈયા રીઝે ચાતક રી;

નાચે મોર સુણી રાગ મલ્હાર  રી,


ઊભી વિરહિણી ચઢી ગોખ અટારી;

વરસતી બુંદ જાણે લાગે કટારી,

    

હરખે નેણ નીરખી ભૂમિ હરિયારી;

ઝૂલે શ્યામા શ્યામ મનભાવન જોરી....


મિનાક્ષી સોની

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ