વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાત કહું?

શબ્દો વગર થયેલા  સંવાદની વાત કહું?

કે નજરે  કરી  હતી  શબ્દોની ઘાત કહું?


ચંપા, ચમેલી ને મોગરાનું  મોહક સ્મિત,

કે વાસંતી વાયરાએ કરેલી ફરિયાદ કહું?


પળ પળની યાદ અને એકાંતનો સાથ કે,

આ વિરહમાં ગુજરેલી રાતોની રાત કહું?


તું કહે તો કહું કિસ્સા મહોબ્બતના અને,

બંધ આંખો ભીતરની એક મુલાકાત કહું?


તું અગર જો મળી જાય અટારી પર તો -

એને ઉજાશ સાથેનું હું નવલું પ્રભાત કહું;


તારી  તસ્વીર સાથેના સંવાદના પડઘા કે,

મેં  તસ્વીરને  આપેલું  ચુંબન પ્રગાઢ કહું?


ચાલ હું આજે તને એક કોરા ખતમાં રજ,

આ શૂન્યતા, બેચેની, વિરહ  અમાપ  કહું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ