વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અભ્યર્થના

હાથ આપ તારો, એ પર ગઝલ મારે કેટલીક લખવી છે, 

દ્વિધાને વલોવી ખુદાના સરનામે આરઝૂ એક મોકલવી છે.


મહોબ્બત જેવું કંઈક પડ્યુ છે બંધ, તકદીરના આ કેદખાને,

ફૂલથી એ ન ખુલે કદાચ તો કાંટાની આવડત અજમાવવી છે.


બંધાણી થઈ જાવ મારા શબ્દોના તો, ચાહત ક્યાં છેટી રહે, 

જામે જો મહેફિલ તને તો, કલમને સુગંધથી સજાવવી છે. 


મતલબી ઈશ ખોટો ને મતલબ વગર આ જગત જુઠ્ઠુ ઠરે, 

મારે તો મતલબી ભીડ વચ્ચે સાચી તારી સંવેદના પોંખવી છે.


સૂરાલય કહેવુ નહિ જામે તારા હૃદયના તવંગર નગર માટે,

તારા હૃદયમાં વસતા ખુદાના શ્વાસ, મારા માટે બંદગી છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ