વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું નથી

ફરી વર્ષો બાદ આજ હું,
ગરજતા વાદળોની સંગાથે,
ધીમા પગલે,
ગહેકતા મોરલાના,
મધુર અવાજની દિશામાં,
આપણી જાણીતી કેડીએ,
ડગ માંડી રહ્યો હતો.
હજુ તારા પગલાના નિશાન મને,
રસ્તા ઉપર થનગનતા દેખાયા,
આજુબાજુમાં રહેલી હવા,
મારું ઉમંગથી સ્વાગત કરી રહી,
વચમાં આવતા પનઘટ ઉપર,
સસ્મિત પાણી ભરતી પનિહારીમાં,
લાલ ચૂંદડી વાળી એ તું તો ન હતી ને?
અરે... આ પાગલ દિલ,
તું અત્યારે ત્યાં ક્યાંથી હોય?
મનમાં ભરેલી યાદી,
વરસતા વરસાદ માફક,
મને ભીંજવી રહી છે,
આ રસ્તાની બાજુમાં આવતો આંબો,
જ્યાં આપણે મળતા,
એની ઝૂલતી ડાળે કોયલ ટહુકી,
અને
મનમાં સ્પંદનોના મોરલા ગહેકવા લાગ્યાં,
આપણી બેઠક ઉપર,
કોઈ બે જણ તદ્દન આપણાં જેવા જ,
મારી આંખોમાં વસી રહ્યાં,
હા, એ આપણા મિલનના ઝાંઝવા હતાં,
હું એની નજીક ગયો તો,
એ આંબા ડાળે બેસી ગયાં,
પરંતુ ત્યાં,
આપણી મિલનની છાંય,
મારા અસ્તિત્વને સ્પર્શી ગઈ,
મારા હાથમાં મેં તારો હાથ મહેસુસ કર્યો,
મારા શ્વાસમાં તારી ખુશ્બુને માણી,
મારા સ્મિતમાં તારા મુસ્કાનને જોયું,
અજીબ લાગણી થઈ,
આ આંબાના પાંદડા પણ,
મને ઓળખી ગયા,
બધું જેમનું તેમ છે,
પરંતુ
ત્યાં તું નથી.....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ