વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધીમે ધીમે રાત પડી

ધીમે ધીમે રાત પડી

કાજળ ઘેરી નભને અડી

હળવે હસતો ઉગ્યો ચાંદો

આકાશે તો ભાત પડી

ધીમે ધીમે રાત પડી.


જંપ્યાં જળ  ને પંખી પોઢયાં

તારલિયા  નભ ચંદવે ચોડ્યા 

મંદ મંદ આ વાતો વાયુ 

જાણે નભે હાલરડું ગાયું 

ધરા સુણતી ઝોકે ચડી

ધીમે ધીમે રાત પડી.


ખાલી રસ્તા પથરાયા પહોળા 

વૃક્ષ પર પ્રકાશ લે હિલોળા 

પડછાયા સંગ હોડ બકી

અંધાર, ઉજાસને રમત જડી

ધીમે ધીમે રાત પડી


શાંત સૃષ્ટિ  શીતલતાની વૃષ્ટિ

શમણાં કરે નિદ્રા સહ ગોષ્ઠી

આલિંગે  જો  શશી  વાદળીને

હળવે મધુરું ચુંબન કરી

ક્ષિતિજ દ્વાર ને મારી કડી

ધીમે ધીમે  રાત પડી.

-સુનીલ અંજારીઆ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ