વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ન હું તને યાદ કરું છું...!

પૂછે છે એ જુઓ મને કે, હું એને સ્હેજે યાદ કરું છું?

કહ્યું મેં ના રે, બસ ખાલી મારે, શ્વાસે-શ્વાસે તને ભરું છું.

ન હું તને યાદ કરું છું, કે ન તને કદી સ્મરું છું!

તારી યાદનો મારી અંદર, ઉછળે છે એક સમંદર, 

તો શું કે આમ તેમ અફળાતી, મઝધારે જઈને તરું છું.

ન હું તને યાદ કરું છું, કે ન તને કદી સ્મરું છું!

દિલની મધ્યે પાડી છીંડું, તારી યાદ બની છે કેન્દ્ર બિંદુ,

તો શું કે દોરી પરિઘ ફરતે, હું ધારોધાર ફરું છું.

ન હું તને યાદ કરું છું, કે ન તને કદી સ્મરું છું!

તારી યાદો મેઘ મલ્હાર, તારી યાદે વસંત બહાર, 

તો શું કે તારી વિરહ ખિઝાંએ, સૂકી થૈ ને ખરું છું.

ન હું તને યાદ કરું છું, કે ન તને કદી સ્મરું છું!

જામોકામી સ્મિત ચહેરે, તેજ મઢ્યું મેં હર તસવીરે,

તો શું કે તારી યાદમાં ખારું, આંસુ બની ઝરું છું.

ન હું તને યાદ કરું છું, કે ન તને કદી સ્મરું છું!

તારી યાદ ભળી ગઈ રક્તમાં, ને વહે છે એ નસ-નસમાં,

તો શું કે હું 'મીરાં' તારી 'ઝંખના'નાં, ધીમા ઝેરે મરું છું.

ન હું તને યાદ કરું છું, કે ન તને કદી સ્મરું છું!

જાગૃતિ, 'ઝંખના મીરાં'...

ટિપ્પણીઓ

તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ