વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તમે યાદ આવ્યા

એક બાળક મરક્યુંને કાન યાદ આવ્યા;

જાણે ઘર  ઘર છે ગોકુળિયુ ગામ 

                             મારા શ્યામ,

માનું માતૃત્વ ખીલ્યું ને જશોદા યાદ આવ્યા;

મારું આંગણું બન્યું નંદાલય મારા શ્યામ; 

આંબે  કોયલ ટહુકી ને કૃષ્ણ યાદ આવ્યા;

જાણે કુંજ ભવન પધાર્યા મારા શ્યામ ;

મનની મંજરી મહોરી ને માધવ યાદ આવ્યા;

જાણે દિલ ને દ્વારે બંધાયા તોરણ મારા શ્યામ ,

મન મોરલો ગહેક્યો ને ગોવિંદ યાદ આવ્યા;

જાણે હૈયું છલકયું ચારેકોર મારા શ્યામ,

આભે ચાંદલો  ચમક્યો ને રાસેશ્વર યાદ આવ્યા

જાણે વાંસળીના સૂરે ચાંદની રેલાઈ મારા શ્યામ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ