વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારું સ્મરણ

જિંદગીના આગઝરતાં સંગીતમાં,
પળપળ બળતાં મનમંદિરમાં,
એક હરદમ વાગતું મધૂરગીત,
એ બસ તારું જ નામ છે "ઈશ."

મનની વ્યથાને ઠારતુંને,
ક્યારેક લાગણીઓને વ્હાલથી પંપાળતું,
મારા રોજબરોજના યુધ્ધોને લડતુંને
મુજને હરદમ બળ આપતું એક સામર્થ્યકારી ગીત
એ બસ તારું જ નામ છે "ઈશ."

જિંદગીના સમરાંગણના વરસતા સવાલોમાંને
રહી ગયેલા અધૂરી ચાહતોના જવાબોમાં,
દુન્યવી લાલસાઓના ગાઢ અંધકારમાં,
હરદમ ઓજસ પાથરતું એક તેજસ્વી અગનદીપ
એ બસ તારું જ નામ છે "ઈશ."

એક તરફ અલૌકિક દિવ્ય પ્રેમ અને
બીજી તરફ માનવીય સંવેદનાઓની જીદ,
ક્યાંક તરસતી ઈચ્છાઓની ખેંચમતાણને
ક્યાંક પળપળ પીડાઓના ઘનઘોર વંટોળમાં,
હ્રદયને હરદમ મરહમ લગાવતું એક પ્રણયગીત
એ બસ તારું જ નામ છે "ઈશ."

કશ્મકશ રોજની, રોજનો સંઘર્ષ
ક્યારેક હાસ્ય, ક્યારેક રુદન,
તડકા છાયાની ચાલતી એમ અવિરત રમત
ક્યારેક ઊગતું, ક્યારેક આથમતું
પડતું, ઉઠતુંને ફરી લપસતું,
પાપની ગ્લાનિમાં સદા આળોટતા ચિત્તને
હરદમ માર્ગ બતાવતું એક ઉદ્ધારનું અનંતગીત
એ બસ તારું જ નામ છે "ઈશ!"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ