વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કૃષ્ણ કૃષ્ણ

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...

કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ 


ડગમગ ચાલતાં ભૂલકા લલકારે 

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ગૃહકાર્ય કરતાં ગૃહિણી ગણગણે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


વાહન હાંકતાં પુરુષો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


પરીક્ષા દેતાં વિદ્યાર્થીઓ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રીકૃષ્ણ... 


દર્દીની સારવારે ડોક્ટર્સ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


સત્સંગ કરતાં મિત્રો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


લાફીંગ કલબના સભ્યો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


બાંકડે બેસી વડીલો ચર્ચે 

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


તૃપ્ત થયેલા યાત્રિકો અનુભવે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


કળાક્ષેત્રની વિભૂતિઓ સ્મરે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


સાધનામય ગુરુ શિષ્ય આલાપે 

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


મસ્તી કરતાં ભાઈબહેન બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


મજૂર, મોચી, વણકર બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


યોગાસન કરતી સખીઓ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


જ્ઞાન પીરસતા ગુરુજન બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


માળાજી ભરતાં ભકિત બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


અચળ સ્વર સંગીતે બોલે 

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


બહાવરી ગોપી ભાન ભૂલે   

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


હોરી રસિયા રંગીન રમઝટ છેડે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ચરણામૃત સ્પર્શે, મનડું માને

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


તાનપુરાના તારેતાર ગણગણે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


 ધન્ય પૂજારી પુષ્પસંગ પોકારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


સુરીલી બાંસુરી સ્વરમાં આલાપે 

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


લીલોતરી વેરતા ખેતરો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


સજીવ નિર્જીવ સઘળા સ્વીકારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


પાણી શોધતાં તૃષાર્ત પોકારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


શબ્દે શબ્દે જીહ્વવા લલકારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


સંસારી-સાધુ બ્રહ્માંડે બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


શ્વેત હિમલના શિખરો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ઘેધૂર સાગરના ઉંડાણ ઊલેચે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ખીલવા આતુર કળીઓ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ગુલમહોર સંગ ગરમાળો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


વાસંતી પુષ્પનું સ્મિત બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


તુલસીજીના માંજર બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


સંધ્યા ટાણે પંખી ટહૂકે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


લીમડા ઓથે શ્રમિકો બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ચૈત્રી આંબાનો મ્હોર બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ટમટમ તારા આકાશે ઝગમગે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ચંપા, કરેણ, મધુમાલતી બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


જન્મ દેતાં મૈયા કણસે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ..


કલાકાર સંગ સાજિંદા બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ગરબે ઘૂમતી ભક્તિ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


અણુઅણુ જાગૃત થઈ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ધીરજવાન અધીર થઈ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ઉર્જા પાથરી પ્રકાશપુંજ બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ગંગાજી લહેરોસંગ ગવડાવે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


વરસાદી આશે ધરતી પોકારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


મધુર સંબંધે ભીનાશ નિતારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


આરતી સંગ જનજન પોકારે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


ચિત્તવૃત્તિ સંકેરી સંસારી બોલે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


શ્વાસે શ્વાસે સત્ય સંભરાવે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


શરણું સ્વીકારી જીવેજીવ અનુભવે

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...


કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...

કૃષ્ણ કૃષ્ણ જય... જય શ્રી કૃષ્ણ...



બીજલ બુટાલા- પૂર્વી  ચોકસી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ