વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારું ..સઘળું મારું જ..!

દરિયો આખેઆખો મારો, ને મારી જ છે હર લહેર,

છોડ નકામાં ઉધામા કિનારા, ને મૂકી દે મારી સાથે વેર!


રોશન સૂરજ મારો છે, ને મારાં જ છે ચાંદ' સિતારા,

અંધકાર તું જીદ છોડી દે, આકાશે થયો છે મારો ઉછેર!


આખું ચમન મારું ખુદનું, ને વસંત મારા હકની છે,

ખુશ્બુ ચૂમે મારા કદમ, ખિઝાં થઈ મારાં પગમાં ઢેર!


શબ્દો મારી કલમનો ઈજારો, સંવેદનો પર અધિકાર મારો!

શાયરી મારા અંતર કાગળ પટ પર, ઊગી નીકળે ઠેર-ઠેર!


કરતાલ મારા, ઝાંઝરી મારી, મારો જ છે મોરપીંછધારી!

વાગશે બંસી એની તો રેલાશે, મારા પ્રેમના સૂર ચોમેર!


મારી 'ઝંખના' કેવળ મારી, નહીં લગીરે નથી તારી! 

ખપત નથી તારા અમૃતની, 'મીરાં' બનીને હું પીવાની ઝેર! 


જાગૃતિ, 'ઝંખના મીરાં'...












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ