વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એપ્રિલ ફૂલ બનાયા





દરિયા કિનારે બેસીને સુજય   ફોનમાં ગીત સાંભળી રહ્યો હતો.  થોડે  દૂર પાળી પર એક પ્રેમી યુગલ રોમાન્ટિક રીતે એકબીજાને નિરખી રહ્યા હતા. પ્રેમ તેમના વદન પર છલકાઈ રહ્યો હતો. 
સુજય  તેમની પાસે ગયો. બોલ્યો, "હાય કમલ  કેમ છો? " 
કમલ જોઈ રહ્યો. કદાચ તેને ઓળખાણ ના પડી .સુજય બોલ્યો, "ગયા અઠવાડિયે વાત કરતો હતો તે જ  આ પ્રીતિને ?"
કમલ અસમંજસમાં. "હું તમને નથી ઓળખતો. "તમે કોણ?"
"શું યાર દોસ્તને ભૂલી ગયો! અચ્છા ,આ પ્રીતિ નથી કોઈ બીજું છે. "
આ વાતચીત સાંભળીને તેની ફ્રેન્ડ ગુસ્સામાં આવી ગઈ  ."યુ રાસ્કલ. તું મને છેતરે છે. બનાવટ ના પકડાય તેથી ફ્રેન્ડને જ ઓળખવા નથી માગતો. સાચું કહે  તારે કેટલી ગર્લફ્રેન્ડ છે? ભાઈ, તમારો આભાર કે આની પોલ ખોલી નાખી ."
કમલ તો હતપ્રભ. "અરે નેહા હું સાચે જ આમને નથી ઓળખતો.  કશીક  ગેરસમજ છે."
પછી તો બંને વચ્ચે  તુ તુ  મૈ મૈ ચાલ્યું. સુજય સાંભળી રહ્યો.  ફોનમાં ગીત વગાડ્યું "એપ્રિલ ફૂલ બનાયા" 
કમલની બેગ પર તેના લગાવેલા કાર્ડથી તેને કમલનું નામ ખબર પડી હતી બાકી તો---.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ