વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવરાં બેઠાં નૂતન વિચાર્યું

   નવરાં બેઠાં નૂતન વિચાર્યું.


     


     હું રેડિયો પર ગીત સાંભળી રહી હતી. 92.7fm મજાના રોમેન્ટિક સોંગ્સ પ્રસારિત કરી રહ્યું હતું. એક પછી એક...


"ચેહરા હૈ યા ચાંદ ખિલા હૈ..."

"દિલ ક્યા કરે જબ કિસીસે..."

"ધીરે ધીરે સે મેરી જિંદગીમેં..."

"ધીરે ધીરે પ્યારકો બઢાના હૈ..."


હું પણ ધીરે ધીરે ગીતોની  મસ્તીમાં ઝૂમી રહી હતી અને એક આપણાં 'હાર્ટથ્રોબ', 'ઓલટાઈમ અપિલીંગ બેચલર' સલ્લુનું ગીત આવ્યું:

" પહલા પહલા પ્યાર હૈ,

  પહલી પહલી બાર હૈ..."

સાંભળતાં જ રોમાન્સ છોડીને મારા મગજનો કીડો પ્રેમવેદની મીમાંસા કરવા સળવળવા લાગ્યો! શું કહેવું એને? અચ્છો-ખાસો રૉમેન્ટિક મૂડ બગાડી નાખ્યો, બોલો!

    

     એણે પ્રશ્ન ઉઠાવ્યો:

"પહલા પ્યાર અને પહલી બાર - એ વળી શું?"

હું: "એટલે? એવું કેમ પૂછે છે?"

કીડાએ ગૂગલી મારીને મને પણ એની ઝપટમાં લઈ લીધી! આને જ 'કોરોના' કહેવાતું હશે? હું પણ વિચારમાં પડી ગઈ, 'સાલું, વાત તો ખરી છે. સાચો પ્રેમ હોય તો ફક્ત થઈ જ જાય, એમાં નંબર-બંબર કાંઈ ન આવે. 'પહલા પ્યાર' શબ્દ જ સૂચવે છે કે બીજાની શક્યતા ખરી!" કેમનું કરવું આમાં!


     તત્વજ્ઞાનની ગહન ગર્તામાં ગોતાં ખાધાં પછી એવી સમ્યક્ દ્રષ્ટિ અને સમ્યક્ જ્ઞાન લાધ્યાં કે " પ્રેમ એ પ્રેમ જ હોય છે. એ ક્યારેય પણ (તા.ક.: કોઈપણ વય-સમયના બંધન વગર), ક્યાંય પણ (સ્થળના બંધન વગર (આમાં સોશિયલ મીડિયા ઈન્ક્લુડિંગ)) કોઈપણ રીતે વગર કહ્યે શબ્દોના સંવનનથી જન્મી જાય છે! એ પહેલો કે બીજો કે ત્રીજો એમ નંબર લૉક્ડ થઈ જ ના શકે.


     સાચું પૂછો તો પ્રેમ શબ્દની વિભાવના (અર્થ ન સમજાય તો ભગવદ્ગોમંડળ ટ્રાય કરવું!) કોઈ સમજ્યું જ નથી.  અને આજના ઈ-યુગમાં એને વેવલાઈનું જ નામ મળશે માટે ગુરુ! પ્રેમ કરતાં રહો અને આગળ વધતાં રહો જ્યાં સુધી સાચો પ્રેમ ન મળે ત્યાં સુધી!

લે! પેલું ગીત તો મને ગોટાળે ચડાવીને પૂરું પણ થઈ ગયું! હવે સંભળાય છે:

"મૈં હૂં પ્રેમરોગી, મેરી દવા તો

  કરાઓ..."


હવે આને કોણ સમજાવે કે હમણાં 'કોરોના' સિવાયના કોઈ વાઈરસ પર ધ્યાન આપવામાં નહીં આવે!

    બાય ધ વે, આ મારા અવળા મગજનો કીડો (વાઈરસ) વળી પાછો સળવળ્યો, બોલો! કહે છે,  "આ લૉકડાઉનમાં પ્રેમી-પંખીડાંઓની શું હાલત થતી હશે? બિચારાં 'જાનૂ', 'દીકુ' 'બેબી', 'રાજ્જા', 'ડિયર', 'વહાલાં'... 'કહો ના પ્યાર હૈ' બોલવા માટે ખુદને કેવી રીતે હર્યા-ભર્યા કુટુંબ વચ્ચેથી કોરેન્ટાઈન કરતાં હશે?કે પછી એમ જ આહો ભરતાં હશે? નખ્ખોદ જાય તારું કૉરૉના! આ જાલીમ જમાનો કમ વિલન હતો કે તેં પણ આવીને અચોક્કસ મુદતનું નામું નાખ્યું! અમારું તો જીવવું દુસ્સહ થઈ જ ગયું ને? તૂ આયે કિ ન આયે, હર હાલ મેં હમારા તડપના નિશ્ચિત હૈ!


અસ્તુ!


:- નૂતન તુષાર કોઠારી 'નીલ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ