વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવનધારા

       તેણે આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ ઉઘાડી ન શક્યો. તેને ફક્ત ઈમરજન્સી અને ક્વિક ક્વિક એટલા જ શબ્દો સંભળાઈ રહ્યા હતાં. અંતે તેણે હોશ ગુમાવી દીધાં. કરોડો લોકોના દિલ ઉપર રાજ કરનાર પંકજકુમાર આજે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. મંદિરોમાં ચાહકો દ્વારા હવન અને મસ્જિદોમાં દુવા માંગવામાં આવી. 

           ડોક્ટરોના અથાગ પ્રયત્નોને લીધે એક મહિના પછી તે ભાનમાં આવ્યો અને તેણે પહેલો પ્રશ્ન પૂછ્યો, "કોમલ અને જાહ્નવી ક્યાં?"

          તેને જવાબ આપવા કોઈ તૈયાર ન હતું. પંકજકુમાર તેની પત્ની કોમલ અને દીકરી જાહ્નવી સાથે પાર્ટીમાં જઈ રહ્યો હતો અને અચાનક... 

          તેનો સેક્રેટરી સમીર તે જ સમયે ત્યાં પ્રવેશ્યો. તેનો ચહેરો મુરઝાયેલો હતો.‌ તેણે ધીમેથી ખોંખારો ખાધો અને કહ્યું, "તમારે મન મજબૂત કરવું પડશે. હવે મેડમ અને બેબી આ દુનિયામાં નથી રહ્યાં." 

         તેના આ શબ્દોએ જાણે તેના અસ્તિત્વ ઉપર કુઠારાઘાત કર્યો. તે પથ્થરની જેમ જડ બની ગયો. તેની આંખમાંથી એક પણ આંસુ બહાર ન આવ્યું. તેના માટે કોમલ અને જાહ્નવી જ તેની દુનિયા હતી. તે શુટિંગ પતાવીને સીધો ઘરે આવતો અને  ભાગ્યે જ કોઈ કાર્યક્રમમાં હાજરી આપતો.

           એક્સિડન્ટ પછી પંકજ એક મહિનો કોમામાં રહ્યો હોવાથી કોમલ અને જાહ્નવીની અંત્યવિધિ પંકજના સસરાએ પાર પાડી હતી. હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી પંકજ સુનમુન થઈ ગયો હતો. પાર્ટીમાં ભાગ્યે જ કોઈક વાર નશો કરનાર પંકજ શરાબમાં ડૂબી ગયો. 

          એક દિવસ એક નાની છોકરી તેના દરવાજે આવીને ઊભી રહી. નશામાં ધૂત પંકજે અડધી આંખ ખોલીને જોયું તો એક ક્ષણ માટે તેને ભ્રમ થયો કે તે જાહ્નવી છે. તે છોકરી એક કાર્ડ લઈને તેની પાસે આવી અને કહ્યું, "અંકલ, હું જાહ્નવીની મિત્ર છું. અમારા અનાથાલયમાં એક કાર્યક્રમ આયોજિત કર્યો છે.‌ શું તમે આવશો?" 

           પંકજ ના ન પાડી શક્યો. કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ખબર પડી કે તે અનાથાલયની મુખ્ય દાતા કોમલ હતી. તેનો અને જાહ્નવીનો ફોટો અનાથાલયમાં જોઈને તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને સાથે જ તેના જીવનની ધારા પણ. 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ