વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રસ્તાવના

               વાર્તા આપણી આસપાસ જ બનતી હોય છે. ક્યાંક તો આપણી એટલી નજીક કે આપણે સગી આંખે એને નિહાળી શકીએ. એનું વિશ્લેષણ કરી શકીએ. મનમાં રહેલા શબ્દોને બસ એક વાક્યમાં જોડવા જેટલો પ્રયત્ન કરીએ તો વાર્તા બની જાય. કલ્પનાના રંગો પુરવામાં આવે તો સરસ શણગાર થઈ જાય અને આંખોના ફલક ઉપર એક રંગીન ચિત્રપટ્ટ માફક એ વાર્તા ઉપસી આવે.
               આમ તો ઘણા સમયથી શોપીઝન ઉપર લેખન કાર્ય શરૂ છે. શોપીઝન વિશે નહોતું જાણ્યું ત્યાં સુધી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર લેખન કાર્ય શરૂ જ હતું. અહીં આવ્યા પછી લેખનને નવી દિશા મળી છે. જેમ મોસમ બદલાય છે એમ લેખન કાર્યમાં પણ અવનવી મોસમ આવી. બદલાતી રહી.અને એ જ બદલાતી મોસમનો આ નિષ્કર્ષ છે. આજ હું તમારી સમક્ષ એક નવી લઘુ નવલકથા લઈને આવ્યો છું. આશા છે કે એ તમને જરૂર ગમશે. 
                  ચાલો મળીએ એક એવા વ્યક્તિને જેણે પોતાનું અબજો રૂપિયાનું સામ્રાજ્ય છોડીને એક સરકારી નોકરી સ્વીકારી. ફક્ત આત્મ સંતોષ માટે. ફક્ત લોકોની સેવા કરવા માટે. રૂપીયાની ચાદર ઓઢી શકાય પરંતુ નીંદ ખરીદી ના શકાય. સુખેથી ઊંઘવા માટે તો ફક્ત પરોપકાર અને પરિશ્રમ જ કરવો પડે. 
               'રવિન્દ્ર' - આ કથા એવા એક વ્યક્તિની છે જે પોતાનું બધું છોડીને ફક્ત ખુદના સંતોષ માટે ઘર છોડીને નીકળી જાય છે. આલીશાન ઓફિસમાં એનો દમ ઘૂંટાય છે. ગૂંગળામણ થાય છે. જીવ મૂંઝાય છે. અંતે પરોપકાર માટે એ નીકળી પડે છે. સોનામાં સુગંધ ભળે એમ એની પત્નિ પણ એના આ કામમાં એની સાથે કદમ મિલાવે છે. પરંતુ સમયની કરામત તો જુઓ. અંતમાં....
                 બધું પ્રસ્તાવના જ કહી દેશે તો વાંચવા માટે બાકી શું રહેશે? મને આશા છે કે 'રવિન્દ્ર' તમારા વાંચનની ભૂખને સંતોષ કરવામાં સફળ થશે. તમારા મનને એ ચોક્કસ સ્પર્શ કરશે. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ