વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂતકાળ ની છાપ-૨

(આગળ આપણે જોયું કે,  રામભાઈ, માયા ને હોસ્ટેલ પર લેવા માટે જાય છે, ૬ વર્ષ પછી એમની મુલાકાત થઈ.  માયાને હોસ્ટેલ પર થી દિવાળી ની રજા માં ઘરે લઈને આવે છે. રામભાઈ માયા માટે એક બુક લઈને આવ્યા હતા તે માયા ને આપે છે, પણ તે અત્યારે  વાંચવી નથી એમ કહી, કેતુ ના હાથ માં આપે છે આગળ...)

 

કેતુ હાથમાં બુક લઈને ખોલવાનો પ્રયત્ન કરે છે ત્યાં જ રામભાઈ રોકે છે.

 

"આ તારે ....."

 

"આ તારે ખોલવાની નથી એ જાદુઈ બુક છે, વાંચનાર ની જિંદગી બતાવે છે" ઉતાવળે થી કેતુ ના હાથમાંથી બુક લેતા રામભાઈ બોલે છે.

 

"હવે કઈ હોતું હશે એવું ! એ બધી તો જૂની વાર્તા ની વાતો છે. ને તમને વળી આવી બુક કોણ આપે? થોડું હસતા-હસતા કેતુ બોલે છે.

 

રામભાઈ બુક ને કેતુ સામે રાખીને કહે "આ બુક મને એક સાધુ એ આપી છે."

 

બુક જોતા કેતુ, "રામ આ બુક માં તો બે ભાગ હોય એવું લાગે છે?

 

રામભાઈ પુરી વાત કરે છે "કેતુ આમાં બે નહીં ત્રણ ભાગ છે, એક જે વચ્ચેનો છે એ હાલ ચાલી રહ્યો તે છે. જે એની આગળ અલગ કાળા જેવો કલર છે એ ભૂતકાળ અને બાકી નો સફેદ ભવિષ્ય કાળ બતાવે છે".

 

આગળ થોડી વાત  કરતા કહે, "આ બુક પોતાના નામ પ્રમાણે કામ કરે છે"

 

"પણ આ બુક નું નામ તો પ્રતિબિંબ છે તો...." થોડા વિષમય સાથે કેતુ બોલી.

 

કેતુ ની સામે સ્મિત આપતા "હા આ માણસ ને પોતાની જાત સાથે રૂબરૂ કરાવે છે. ચાલ હવે સુઈ જઈએ બાકી વાત સવારે કરીશુ" એમ કહી રામભાઈ ને કેતુ રૂમ તરફ જાય છે.

 

દિવાળી નો સમય છે. વહેલી સવારે રામભાઈ ને કેતુ બજાર માં ખરીદી કરવા જાય છે. માયા બજાર માં જવાની ના પાડે છે. કેતુ અને રામભાઈ બજાર માં જય છે.

 

માયા એના રૂમમાં પડેલી બુક જોઈ છે. તેને કઈક નવીનતા લાગે છે એ અડધી સફેદ ને અડધી કાળી બુક જોઈને. થોડીવાર વિચાર કરી બૂક હાથમાં રાખેછે. હવે કયો ભાગ પેલા ખોલું એની મથામણ માં એ બને ની વચ્ચે રહેલ પાનું ખોલે છે.

 

"માયા બુક વાંચતા"

 

આજે હું એકલી ઘરે છું.

​એ પોતાના પિતા એ આપેલી બુક વાંચી રહી હતી.ત્યાંજ ઘર ના દરવાજા પર કોઈક આવ્યું.

 

ઘર ની સાંકળ ખખડાવવા  નો અવાજ આવેછે..

 

માયા તરત બુક બંધ કરી ને દરવાજો ખોલવા જાય છે ત્યાં તેના માં ને પાપા બજાર માંથી પાછા આવી ગયા હતા. બુક ને ભૂલી ને તે માં-પાપા શુ લઇને આવ્યા તે જોવા બેસી જાય છે.

 

બપોર ના સમયે વળી તેને બુક વિશે યાદ આવે છે. રૂમ માં જઈને બુક ફરીથી હાથ માં રાખે છે. બીજી વાર એ બુક ની સફેદ ભાગ ને વાચવા એક પાનુ ખોલે છે .

 

"બુક વાંચતા"

 

મારા પિતા મને મેળા માં ફરવા માટે બોલાવા આવે છે, મારા બાજુ માં રહેતી મારી સખી પણ અમારી સાથે મેળા માં આવે છે.

 

"બુક માંથી બહાર"

 

એટલું વાંચતાં નીચેથી રામભાઈ અવાજ કરે છે" બેટા માયા ચાલ નીચે આવ આપડે મેળામાં જવાનું છે.

 

માયા ને થોડું નવાઈ લાગે છે. થોડીવાર કંઈ બોલતી નથી. વળી યાદ આવે છે કે એની પેલા પણ આવું જ કંઈક થયું હતું. એ કોઈને કહેતી નથી અને પાપા ની સાથે મેળામાં જવા માટે નીચે આવે છે.

 

"ચાલ હવે જલ્દી કર માયા " બાજુ માં રહેતી માયાની સખી બોલી.

 

નીચે ઉતરીને માયાની નવાઈ નો પાર ના રહ્યો બુક માં વાંચેલું એ બધી  ઘટના પોતાની સાથે થઇ રહી હતી. માયા બધા સાથે મેળા માં જાઈ છે.

 

રાતના મેળામાંથી આવ્યા પછી ઘણા વિચાર કરી ને માયા ફરીથી બુક વાંચવા માટે લે છે...

 

ક્રમશ...

 

શુ થશે માયા નું...?

 

ભૂલકાળ માં શુ બતાવશે માયા ને આ બુક ?

 

માત્ર આ ઘટના બતાવતું પુસ્તક છે કે આનાથી વિશેષ... ?

 

આગળનો ભાગ-૩ લગભગ થોડા જ દિવસોમાં આવી જશે. આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "ભૂતકાળ ની છાપ" ની રોમાંચક સફર સાથે.

 

લી. પારસ બઢીયા 

મો.૯૭૨૩૮૮૪૭૬૩.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ