વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧ -ગમેલા બે વાક્યો – નિક્કી ફ્રેંચની લઘુનવલ - What to do when someone diesમાંથી

થોડી પૃષ્ઠભૂમિકા બાંધી લઉં પહેલા તો. નિક્કી ફ્રેંચની આ લઘુનવલ –  What to do when someone dies હજુ તો મારે વાંચવાની ચાલુ છે. એટલે એ લઘુનવલ મને ગમી કે ન ગમી એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થતો નથી. પણ કોઈ નવલકથા કે લઘુનવલ લખતી વખતે એ વ્યક્તિના વૈચારિક ઊંડાણમાં આટલું ઊતરવું જોઇયે એ અત્યાર સુધી વાંચ્યું એમાં જાણવા મળ્યું એટલે એ અહીં શેર કરું છું.

આ લઘુનવલની વાર્તા ચાલુ થાય છે એક મૃત્યુથી. ખુશહાલ એક દંપતીમાંથી પતિનું અચાનક એક કાર ક્રેશમાં મૃત્યુ થાય છે જેની જાણ વાચકોની નજર સમક્ષ એની પત્નીને થાય છે જ્યારે એ એના ઓફિસથી પાછા આવવાની રાહ જોઈ રહી હોય છે. અહીંથી આ પાત્ર – એટલે કે પત્નીના નજરિયાથી જ પહેલો પુરુષ (આમ તો સ્ત્રી – ખી ખી ખી) એક વચનમાં જ આખી લઘુનવલ ચાલે છે. પતિના મૃત્યુ વખતે એની સાથે કોઈ સ્ત્રી હતી કે જેનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું છે અને એ સ્ત્રી પતિની કોઈ ક્લાયન્ટ નથી, કોઈ સગી કે કોઈ મિત્ર નથી. આ સ્ત્રીને એના પતિના મિત્રો, ઓફિસ સ્ટાફ, એના પોતાના મિત્રો, પરિવાર કોઈ જ ઓળખતું નથી, એટલે મોટા ભાગે એ શક્યતા છે કે એ સ્ત્રી જોડે એના પતિનું એકસ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું હતું. પોલીસ, મિત્રો, ઓફિસ સ્ટાફ બધાં એવું જ સ્વીકારી લે છે, પણ એ પત્ની આ વાત સ્વીકારતી નથી. એ માને છે કે એના મૃત પતિ પર સમાજે લગાવેલો એ બેવફાઇનો આરોપ ખોટો છે. એની ઇન્સ્ટીંક્ટને ફોલો કરી એ એક ગૃહિણીને ફાવે એ રીતે આ રહસ્યને જાણવા પોતાની રીતે છાનબીન કરવાનું ચાલુ કરે છે. અત્યારે હું જે જગ્યાએ પહોંચ્યો છું, ત્યારે એ પત્નીનું પાત્ર પેલી સ્ત્રીની ઓફિસ પાર્ટનર પાસે પહોંચે છે અને પેલી સ્ત્રી વિષે જ્યારે પૂછે છે ત્યારે એની પાર્ટનર એવું ધારે છે કે એ કદાચ પેલી સ્ત્રીની મિત્ર હશે. એના પૂછવા પર આપણી નાયિકા પણ એવું જ ચલાવે છે કે એ પેલી સ્ત્રીની જૂની મિત્ર છે કે જેથી એને પેલી સ્ત્રી વિષે વધારે જાણવા મળે. અહીં એ જોય છે કે એ સ્ત્રીની બિઝનેસ પાર્ટનર પણ એ સ્ત્રીના મૃત્યુ પછી ઊભી થયેલી ઓફિસની મેસ્સ (mess)માં ફસાયેલી છે ત્યારે એ એને ઓફિસની ફાઈલો ગોઠવવામાં અને એવી નાની બાબતોમાં મદદ કરવાની ઓફર પણ કરે છે કે જેથી એ પેલી સ્ત્રી વિષે વધુ જાણી શકે. અને એ દરમિયાન આવ્યા મને આજે ગમેલા આ 2-3 વાક્યો જે શબ્દસહ અહીં ટપકાવું છું, અને પછી એ મને શા માટે ખૂબ ગમ્યા, એ જણાવું.

I felt strangely, absurdly relaxed, even though I was there under false pretences. It was a relief to be helping someone instead of being the one in need. Maybe it also felt good to have a holiday from being me, the grieving widow and ‘betrayed wife’, and pitied friend with a great big bee in her bonnet.

ભાષાંતર: વિચિત્ર વાત હતી, થોડી અર્થહીન પણ ખરી, કે હું ઢોંગ (પેલી સ્ત્રીની મિત્ર હોવાનો) કરી રહી હતી, છતાં મેં થોડી નિરાંત અનુભવી. (પતિના મૃત્યુ પછી) સતત મદદ મેળવતી હોવાની જગ્યાએ મદદ કરવાની નિરાંત. કદાચ એ પણ સારું લાગ્યું હશે કે મને, મારા હું હોવામાંથી છુટ્ટી મળી હતી. એ હું, કે જે એક શોકગ્રસ્ત વિધવા હતી, એક ‘દગો પામેલી પત્ની’ હતી, કે જેના પર મિત્રો એટલે દયા ખાતા હતા કે એને (એના પતિને નિર્દોષ સાબિત કરવાનો) વળગાડ હતો.

વાંચ્યું મિત્રો? કેટલું સરસ સબટેક્સ્ટ પકડ્યું છે લેખકે. વાર્તા સરળ છે. પતિનું લફરું ચાલતું હતું એવું સૌ કોઈ માને છે, અને પત્નીને વિશ્વાસ છે કે નહોતું ચાલતું, એના પર બધા દયા ખાય છે કે એ શોકમાંને શોકમાં પોતાના મનને મનાવે છે. એને ક્યારેક તો આ વાત સ્વીકારવી પડશે, એવું બધા માને છે. આ બધી વાત એના મનનો કેટલો ભીડો લેતી હશે, કેટલો એને મુંઝારો થતો હશે!, કે એ પાંચ મિનિટ માટે બીજા વ્યક્તિ બનવાનો નાટક કરે છે તો પણ એના મનને નિરાંત લાગે છે.

મને અને મારા લેખક મિત્રોને એ શીખવા જેવું છે કે કોઈ વાર્તાને ફક્ત ઘટના પ્રધાન ન બનાવતા એ ઘટના દરમ્યાન પાત્રોને થતાં વિચારોના ઊંડાણમાં ઉતારવા જેવું છે. મુખ્ય ઘટનાની સરખામણીમાં આ બધી બાબતો સામાન્ય લાગવા છતાં એ પાત્ર માટે એ બાબતો કેટલી મહત્વની હોઇ શકે એ વિચારવા જેવું છે. આ ઊંડાણ આપણી વાર્તાઓને આપણાં પાત્રોને એક નવું જ આયામ આપશે. વાચકોને કૈંક સરસ વાંચવાની અનુભૂતિ થશે.

મને અને મારા વાચક મિત્રોને એ માણવા જેવું છે કે આપણી આજુબાજુ જીવતાં કેટલાય આવા પાત્રો કે જે સંવેદનશીલ છે, જે બુધ્ધિશાળી છે એમના મનમાં કઇં કેટલું ય ચાલતું હોય છે. એમને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવા.  

 

- હાર્દિક રાયચંદા

તા. 19/02/2021

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ