વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તાત

રડયું આજ નભ મુશળધાર કે આ કોણ ખોવાયું?

કર્યો આડ સૂરજને હાથ કે આ કેમ જોવાયું?

વરસ્યો આજ કમોસમી વરસાદ કે વાદળ કેમ ઘવાયું?

નતમસ્તક થયો મેઘ રઘવાટ કે તાત જગત કેમ છોડાયું?


થોભ્યો હોત થોડી તું વાર કે મોત કેમ વધાવ્યું?

નહતો રુઠયો એક તુજથી કે માઠું તે કેમ લગાડ્યું?

રૂદન કરું હૈયાફાટ કે આ કલંક મુજ પર કેમ થોપાવ્યું?

મને બોલાવ્યો રામનામથી કે રામનામથી તારાથી કેમ જવાયું?


હશે મેઘ તું રાજા પણ મુજ પ્રજાને તે કેમ રંજાડી?

હવન, ધૂન ને નિવેધ કર્યા પણ તારાથી જીદ ના મુકાણી?

ખેર જા, માફ કર્યો આપજનને, તને, મેં ખુદને પછેડી ઓઢાડી,

હવે કેમ કકળાટ કરે મેહ? તારી મેં ક્યાં જિંદગી બગાડી?


રડયું આજ નભ મુશળધાર કે આ કોણ ખોવાયું?

કર્યો આડ સૂરજને હાથ કે આ કેમ જોવાયું?

વરસ્યો આજ કમોસમી વરસાદ કે વાદળ કેમ ઘવાયું?

નતમસ્તક થયો મેઘ રઘવાટ કે તાત જગત કેમ છોડાયું?



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ