વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આઈ લવ યુ

વ્હાલી....................

તારૂ નામના લેવા બદલ ક્ષમા પણ હુ તારૂ નામ અહિ લખી શકુ તેમ નથી. એવુ નથીકે મને તારા થી ડર લાગે છે. મને તારા બદનામ થવાની બિક લાગે છે એટલે તારૂ નામ નથી લખતો. આખરે મે એવુ શુ કર્યુ હતુ કે તે મારો સાથ હંમેશને માટે છોડી દીધો? મારી એવીતે શુ ભુલ હતી? શુ તને ચાહવી એ ગુન્હો છે?

મને હજુ પણ એ તારીખ યાદ છે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા તે દિવસે તુ સફેદ કુર્તીમાં એવી લાગતી હતી જાણે સ્વર્ગની કોઇ અપ્સરા સાક્ષાત ધરતી પર આવી હોયને. હુ પહેલી નજરમાંજ તારા પ્રેમમાં પડિ ગયેલો. અમે ઘરે આવીને એજ ચર્ચા કરતા હતાકે તારો શુ જવાબ હશે?

તારા હકારાત્મક જવાબે મુજ ઘાયલને ફરી એક વખત પ્રેમના માર્ગે ચાલતો કરી દિધો હતો. આપણે જ્યારે એ જગ્યાએ ફરવા જતા ત્યારે સાચુ કવને તો હુ દુનિયાનુ ભાન ભુલી બસ તારામાં ખોવાઈ જતો. એજ આપણુ એ રેતી પર હાથોમાં હાથ રાખીને ચાલવુ. રેતીપર દિલ દોરી આપણા નામના પહેલા અક્ષર લખવા. શુ રોમાંટીક દિવસો હતા. ખરેખર ત્યારે એવુ લાગતુ કે બસ હવે લાઈફ સેટ થઈ ગઈ છે જીવન જિવવાનુ એક બહાનુ મળી ગયુ હોયને તેમા પણ એક સુંદર સથવારો જે આજિવન સાથ આપશે તેવુ. પણ અચાનક તને શુ થઈ ગયુ ............?

તે રેસ્ટોરંટ વાળાએ જે કઈ પણ કહ્યુ તે ફક્ત એક મજાક હતુ અને તે સિરીયસલી લઈ લિધૂ? હુ એમ નથી કેતો કે તેની ભુલ નથી તેની ભુલ તો છે પણ એનાથી મોટી ભુલ તો તે કરી છે ડિયર.

તે તારા ઘરે વાત કરી તે સારૂ કર્યુ પણ તે દિવસથી તને મારા પ્રત્યે શંકા હતી તો તે મને કે મારા મા-બાપને વાત શા માટે ના કરી?.

મને પણ તારી અમુક વાતો શંકાસ્પદ લાગતી તો શુ મે તને નથી પુછ્યુ એ બાબતે?

તને કદાચ એવુ લાગતુ હશે કે હું દેવાંગને વાત કરીશ તો એ મારા પર ગુસ્સો કરશે કે કઈક આડા અવડુ બોલી દેશે બરોબર ને?

ના હુ એવો નથી ડિયર આપણો સાથ ભલે એકાબિજા સાથે ત્રણ મહિનાનો જ હતો પણ તુ મને ઓળખીના શકી તુ તારી જાતને જ પુછ મે તારા પર ગુસ્સો ક્યારે કર્યો છે? શુ મે આ ત્રણ મહિનામાં ઝગડો થયો એ પહેલા ક્યારે પણ ઉંચા અવાજે તારી સાથે વાત કરી છે? હા મને તારી ઘણી વાતો પર ગુસ્સો આવ્યો હતો ત્યારે હું શુ કરતો?

હું નથી જાણતો કે તારી લાઈફમાં બિજુ કોઇ છે કે નહી પણ જો કોઈ છે અને તારે એની સાથેજ પરણવુ હોત તો હું સામેથી તારા લગ્ન એની સાથે કરાવી દેત. કમસેકમ તારી અને મારી જિંદગી તો બરબાદ ના થાત. 

આજે તારા એક જુઠ્ઠા આરોપે મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. મારુ કરીયર બરબાદ કરી નાખ્યુ એક હસ્તો રમતો પરિવાર ઉખડી ગયો તારી આ ચુપ્પીને કારણે શુ વાંધો હતો આખરે તને તારી શંકાનુ સમાધાન કરવામાં?

તને આટલી શંકાઓ હતીતો લગ્નની તારીખ નક્કી કરી પ્રી-વેડીંગ ફોટોશુટ કર્યુ હનીમુન પેકેજ બૂક કર્યુ ત્યારે પણ તુ કઈ ના બોલી?

મને વડિલો સામે બોલવાની આદત ઓછી છે. તે દિવસે હુ તારા ઘરે હતો અને કઈ નો’તો બોલતો ત્યારે તે એમ કહ્યુ તુ કે મારુ વર્તન નાના બાળક જેવુ છે તો તે શુ કર્યુ? ફક્ત જુઠાણુ જ ચાલ્વ્યુ ને મારી સામે?

હુ નથી જાણતો કે તારા મનમાં શુ છે અને શા કારણે તે તારી અને મારી જિંદગી બરબાદ કરી પણ મને એટલીસ્ટ એ વાતની તો ખુશી રહેશે કે હુ તારી સામે કઈ પણ ખોટુ નથી બોલ્યો. ભલે તે મારા પર જુઠ્ઠા અને પાયા વિહોણા આરોપ મુક્યા પણ એ તમામ આરોપો ખોટા હતા.

હું તો એ વાત સાબીત કરવા પણ તૈયાર છુ કે મારે અને તેની સાથે કોઇ લફડુ નથી. મે એની સાથે છેલ્લા ૫ વર્ષથી તો વાત પણ નથી કરી એને મળ્યો છુ પણ ફક્ત એક જ વખત એ પણ બધા વડિલોની હાજરીમાં બાકીતો એને મળ્યો પણ નથી અને હવે મુલાકાત શક્ય પણ નથી અને તુ એમ બોલી ગઈ કે હું તારી સાથે પ્રેમનો ઢોંગ કરુ છુ એ પણ એને દેખાડવા માટે

મને શુ મળશે એને જેલસ ફિલ કરાવીને? કઈ નહિ. અને હું એવો માણસ નથીકે કોઈને દુ:ખ પહોચાડુ

મને જિંદગીભર અફસોસ રહેશે કે તુ મને ઓળખીના શકી.

તે લગાવેલા તમામ આરોપ બેબુનિયાદ હતા અને હુ તેની સાબીતી આપવા પણ તૈયાર હતો જો ખરેખર તને શંકા હતીતો તુ સાબીતી સ્વિકારવા તૈયાર કેમના થઈ?

તને યાદ છે એક વખત તે મારા હાથમાં તારો હાથ રાખીને એમ કિધુ હતુ કે મને ધાર્યા કરતા સારી જિંદગી મળશે તો એવાત પર તુ ખરી કેમ ના ઉતરી ડિયર?

‘લગ્ન’ ફક્ત અઢિ અક્ષરનોજ શબ્દ છે પણ એનો અર્થ તુ નથી સમજતી જો ખરેખર તને સમજણ હોત તો તે મને ‘હુ બધૂ તને શેરના કરી શકુ’ જેવા શબ્દો ના કિધા હોત.

આખી જિંદગી આપણે સાથે વિતાવવાની હતી પણ શરૂઆત પહેલાજ તુ એનો અંત લઈ આવિ.

મે તને દિલથી ચાહી છે અને ચાહતો રઈશ. હુ નથી જાણતો કે તે આ બધુ શા માટે કર્યુ? પણ જે કઈ પણ તે કર્યુ છેને એ ખોટુ છે.

સાચુ કઉને તો મને તો એવુ લાગે છે કે ખરેખર તો તે મને પ્રેમ કર્યોજ નથી ડિયર તે ફક્ત તારા સ્વાર્થ કે પરિવારના દબાણથી મારી સાથે સગાઈ કરી હતી પણ તારે આ ન કરવુ જોયે તને જો હું પહેલી નજરે નોતો ગમતો તો ત્યારેજ તારે ના પાડી દેવી જોઇતી હતી. કમસે કમ આજે હું એક સારી જિંદગીતો વિતાવતો હોત.

તને ખબર છે જ્યારથી સગાઈ તુટી છે. ત્યારથી એક દિવસ એવો નથી ગયો કે હુ રડ્યોના હોય.  આજે ભલે દુનિયાની સામે હસ્તા મોઢે વાત કરુ છુ લોકોને હસાવુ છુ પણ રોજે રાત્રે એકાંતમાં રડુ છું. ૪ મહિનાતો હુ સખત ડિપ્રેશનમાં હતો રોજે એકજ વિચાર આવતો હતો કે આપઘાત કરી લવ.

સદનસીબે હજુ પણ હયાત છુ. પણ જો ખરેખર મે આપઘાત કરી લિધો હોત તો?  વિચાર્યુ ક્યારે પણ આવુ?

સાચુ કવને ડિયર તો હુ નહિ તુ બાળકબુધ્ધીની છો. એમ.બી.એ કરી લેવાથી કે કોઇ સારી ડિગ્રી લઈ લેવાથી કોઇ મેચ્યોર નથી થઈ જતુ કોઇ સમજણ નથી આવતી એતો જાતે જ લઈ આવવી પડે છે.

વધુતો હુ નહિ બોલુ કઈ પણ આ પત્રના અંતમાં એટલુ જરૂર કઈશ કે જો ખરેખર તારે તારી જિંદગીને સારી બનાવવી હોય અને તુ જ્યારે પણ લગ્ન કર અને લગ્ન બાદ સુખી સંસાર વસાવવો હોયને તો તારો સ્વભાવ બદલ

આમતો હુ નાસ્તિક માણસ છુ પણ તારા માટે હુ પ્રાર્થના કરિશ કે તને એવો જિવનસાથી મળે જે રવિવારે બપોરે મોડે સુધી સુવાદે. તને જોઈતી વસ્તુ તારા માટે હાજર કરે અને તને રાણીની જેમ રાખે જેમ હુ તને રાખવા માંગતો હતો.

અને હા ભુલથી પણ મારી સામે ના આવતી કે મને તારો ચહેરો ના દેખાડતી. જો કદાચ તુ સામે આવીશ તો હુ ભરબજારે રડી પડીશ....................................... 

 

 છેલ્લી વાર તને કવ છુ ‘આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ ધ હાર્ટ’

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ