Geeta Chavda - (09 March 2021)અદભૂત ને અવર્ણનીય...👌👌 એકી શ્વાસ વંચાઈ ગયેલ આ પત્ર એ આખુ ચિત્ર આંખ સામે ખડુ કરી દીધું..ખાટીમીઠી લાગણીઓ ને સંસ્મરણો થી ભરેલ તારા પત્રએ હૃદયને ભીનુ કરી દીધુ. "બે હૃદય વચ્ચે સેતુ નું સર્જન ને દીલની દિવાલો નું દફન એજ પ્રેમ નું સાર્થક્ય એસબંધ ને નામના થપ્પા ના હોય." વહાલી..તારૂ લખાણ હમેશા હટકે હોય છે..આ વખતે પણબાજી તું જ મારી જઈશ એવું લાગેછે..એટલે એમાં મારા બેસ્ટ લક ઉમેરી દઉ..
જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (09 March 2021)ઓહો હો જબરદસ્ત dear..!! કેટલી ભાવનાઓ, લાગણીઓથી તરબતર આપનો આ પ્રેમપત્ર..!! ઘણીવાર સંબંધ માં જ્યારે એક જ વ્યક્તિ માટે બે વ્યક્તિ નું દિલ ધડકે અને એ ત્રીજું વ્યક્તિ જે સહન કરી રહ્યું હોય તે કોઈ ને કહી નથી શકતું. શું કરે તે પણ, આ તો એક લાગણી નો દરિયો છે, એમ કઈ થોડા આવેલા મોજાંઓ સમી જવાના છે..!! તે વ્યક્તિ એ તો પણ સંબંધ ની ગરિમા જાળવી રાખી તે સરાહનીય છે. પણ ઘણીવાર આવા પ્રેમ ને પછી તો વિરામ આપવો જ પડે ને તેમાં જ સૌની ભલાઈ છે, પણ પ્રેમ પર રોક કંઈ રીતે લાગે..? ખૂબ જ ભાવવાહી ને લાગણીસભર આપનો આ પ્રેમપત્ર.. તેઓ નો ઓડિયો માં ધીમે ધીમે કંપારી થતો અવાજ અનુભવી શકાયો. આશા છે કે, ઈશુ.. પણ તે અનુભવી શકે.. 👌👌💐💐
મૃત્યુના દ્વારે ઊભેલો એક પુરુષ, તેની અંતિમ ક્ષણોમાં જીવનની એવી પળોને મમળાવે છે કે જે એના ધીમા પડી રહેલાં ધબકારાને જીવંત રાખી રહ્યા છે. ઘણીવાર કોઈપણ નામ વગરનાં આવા સંબંધો 'પ્રેમ' શબ્દનાં મૂલ્યોને સાચા અર્થમાં જીવી લેતાં હોય છે.