લોકભારતી સણોસરાનો વિદ્યાર્થી
"સ્નેહાક્ષર "કાવ્ય સંગ્રહ
"મારા લાડકવાયા "ચરિત્રગ્રંથ અને "જોગાનુજોગ "નવલકથા પ્રકાશિત થયેલ છે.
Book Summary
વિક્રેતા: લેખક (સ્વયં પ્રકાશિત પુસ્તક)
સ્નેહાક્ષરનો પમરાટ:
જગદીશ રથવી લોકભારતીના નોંધપાત્ર વિધાથીઁઓમાંના એક છે. ભણતા હતા ત્યારે જ કવિતાની પાપાપગલી શરુ થઈ ગઈ હતી. લોકભારતીનું સાહિત્યથી ધબકતું વાતાવરણ અને ગુરુજનોને કારણે તેમની ભીતરના સર્જન-બીજને પોષણ મળ્યું. જગદીશભાઇએ સહાધ્યાયીઓની કવિતા એકઠી કરી તેના ત્રણ સંપાદનો પણ પ્રગટ કરેલાં. તેમનો ઉત્સાહ અને ઉત્તમને ઝીલવા માટેની આતુરતાએ તેમને કેળવ્યા છે. પછીથી જે ગ્રામવિધ્યાપીઠોમાં તેમણે કામ કર્યું ત્યાં વિધાથીઁઓને તેમણે કવિતાનો સ્પર્શ કરાવ્યો.
એમની સાચી સરવાણી ફુટી નિવૃતિ પછી. ત્યારબાદ કાવ્યલેખન ઉપર જ તેઓ એકાગ્ર થયા. તેમણે ૪૦૦ જેટલી કવિતા લખી છે. તેમાંથી પસંદ કરીને 'સ્નેહાક્ષર ' નામે પ્રગટ કરી રહ્યા છે. કવિને પોતાને ચોસઠ વર્ષ થયાં છે, તો ચોસઠ કાવ્યોનો થાળ કવિતાદેવીને ચરણે ધરવાની તેમની હોંશ છે.
જીવાતા જીવન સાથે ગાઢ સંબંધ હોય, પ્રકૃતિ સાથે આત્મીય સંબંધ હોય, અત્યંત સૂક્ષ્મ સંવેદનશીલતા હોય તેવી વ્યક્તિ હૈયાને શબ્દમાં મૂકવા પ્રવૃત થાય જ. જગદીશ રથવીમાં આ ત્રણેય તત્વો ભરપૂર માત્રામાં છે. એટલે એમની કવિતામાં વિષયનું વૈવિધ્ય છે, રજૂઆતની વિવિધ રીતો છે અને ભાવચિત્રો સર્જવાની તેમનામાં સહજ હથોટી છે. એના સુભગ પરિણામરૂપ સર્જાયેલાં કાવ્યો વ્યાપક આવકાર્ય પામશે તેમ જરૂર કહી શકાય.