આપણા જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવતી દરેક વ્યક્તિ પાસેથી અને જીવનની દરેક ક્ષણમાંથી આપણે કાંઇક તો શીખીએ છીએ. એટલે જ તો કહ્યું છે કે ‘જીવન એક પાઠશાળા’ છે. આ જ જીવનમાં જો આપણે એક નાના બાળકની જેમ ખુદની મસ્તી જીવંત સુર - રાખી સ્વયંને અને બીજાને શકીએ તો ખુશ રાખી આસાનીથી જીવન ‘મસ્તીની પાઠશાળા' બની શકે અને જો જીવન જ મસ્તીની પાઠશાળા બની શકે તો વિશ્વમાં એનાથી ઉત્તમ બીજી કોઇ પાઠશાળા હોઇ જ શકે નહીં. તો વાંચો અને અનુભવો ‘મસ્તીની પાઠશાળા'.