ગીતાના ક્લાસમાં જતી ત્યાં એક બહેન સાથે પરિચય થયો..તેમના જ્ઞાન અને સમજણથી હું અભિભૂત થઈ..વૈરાગ્ય એ પણ મનનો..બધું કરવા છતાં પણ બધાથી અલિપ્ત.કોઈની પણ સહાયતા માટે સદા તત્પર..કોઈને તકલીફ હોય તો રેકી આપે..એમની માટે માળા કરે.નિસ્વાર્થ ભાવે..ધીરે ધીરે અમારો પરિચય વધ્યો..એમના ઘરે જવાનું થયુ ત્યારે એમની દીકરીને મળી.એ દીકરી સ્પેશલ ચાઈલ્ડ હતી.! નવલકથા "ધૂપછાંવ"નું બીજ ત્યારેજ મનમાં આવ્યું હતું..કહાનીની નાયીકા "દીપા"એજ પેલા બહેન...અને એની દીકરી એ"નિમ્મી" .. ત્યારે જ થયું હતું કે આ બહેનનું જીવન એક નવલકથા જેવું છે.ધીરે ધીરે તેમની સાથે સંપર્ક વધ્યો.આવા બાળકો સાથે આખું જીવન વ્યતીત કરવું એ કેટલું અઘરું છે.પોતાના કોઈ અંગત ગમા અણગમાને અવકાશ રહેતો નથી..જીવન એક રણ બની જાય છે..છતાં..છતાં..આવા લોકો પોતાના સમર્પણ અને પ્રેમથી રણમાંએ ફૂલ ખીલવે છે. આજે સામાન્ય, સુખી લોકોને જીવનની સમસ્યાઓથી કંટાળી, થાકી જીવન ટૂંકાવતા જોઈએ છે.આત્મહત્યા જેવું પગલું લેતા જોઈએ છે.એની સામે આવા ..દીપા જેવાં વ્યક્તિ ગમે તેવી કપરી પરિસ્થતિનો સામનો કરે છે..હસીને કરે છે. પોતાનું તો અજવાળે.. સાથે બીજાનું જીવન પણ અજવાળે છે.આવા લોકોનું જીવન પ્રેરણા સ્ત્રોત્ર છે. જીવન એક વહેણ છે..એની સાથે વહેતા રહો..અપેક્ષા વગર..નિર્લેપ ભાવે..છેલ્લો અટ્ટહાસ્ય તો મહાકાળનો જ હશે...