પરીચય
શ્રી પ્રફુલ્લ કાનાબાર સન ૨૦૦૨ થી લેખન ક્ષેત્રે કાર્યરત છે.તેમની અત્યાર સુધીમાં ૧૭૫ નવલિકાઓ તથા દસ લઘુનવલ દેશ વિદેશના વિવિધ અખબારો તથા મેગેઝીનોમાં પ્રકાશિત થઇ ચૂકેલ છે.
અમદાવાદ આકાશવાણીમાં તેમની અનેક નવલિકાઓને સ્થાન મળી ચૂકેલ છે.ગુજરાતની વિવિધ મેગા વાર્તાસ્પર્ધાઓમાં તેમની...More
પરીચય
શ્રી પ્રફુલ્લ કાનાબાર સન ૨૦૦૨ થી લેખન ક્ષેત્રે કાર્યરત છે.તેમની અત્યાર સુધીમાં ૧૭૫ નવલિકાઓ તથા દસ લઘુનવલ દેશ વિદેશના વિવિધ અખબારો તથા મેગેઝીનોમાં પ્રકાશિત થઇ ચૂકેલ છે.
અમદાવાદ આકાશવાણીમાં તેમની અનેક નવલિકાઓને સ્થાન મળી ચૂકેલ છે.ગુજરાતની વિવિધ મેગા વાર્તાસ્પર્ધાઓમાં તેમની કુલ ચાર નવલિકાઓ અનુક્રમે “પતિવ્રતા” “કન્ફેશન” “આક્રોશ” અને “અજંપો” ઇનામ વિજેતા ઘોષિત થઇ ચૂકેલ છે.
તેમના પ્રથમ પુસ્તક “રમત આટાપાટાની” ને આણંદની લયપ્રલય સંસ્થાન ધ્વારા ૨૦૧૫ ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. ૨૦૧૭ માં તેમના બે પુસ્તકો કહાની મેં ટ્વિસ્ટ” અને “મેઘધનુષ નો આઠમો રંગ” પ્રકાશિત થયેલ છે. શ્રી પુનીત સેવા ટ્રસ્ટ ધ્વારા “મેઘધનુષ નો આઠમો રંગ” ની પાંત્રીસ હાજર નકલો કરવામાં આવેલ છે જેમાં સમાજને વિવિધ સંદેશ આપતી ૨૫ વાર્તાઓનો સંગ્રહ છે.
સમાપ્ત
Book Summary
“મેરે પાસ મા હૈ “ લઘુનવલ મારી અગિયારમી લઘુનવલ છે.અગાઉ લખાયેલ તમામ લઘુનવલને મિડ ડે, દિવ્યભાસ્કર તથા અભિયાન જેવા જાણીતા પ્રિન્ટ મીડિયામાં સ્થાન મળી ચૂકેલ છે. “મેરે પાસ મા હૈ” શિર્ષક વાંચકોના મનમાં કુતૂહલ જગાડશે તેની મને ખાતરી છે. આમ તો “દીવાર” ફિલ્મમાં અમિતાભની સામે શશીકપૂર ધ્વારા બોલાયેલી આ એવી અદ્ભૂત પંચલાઈન છે જેની ગણના આજે પણ ઓલ ટાઈમ હિટ ડાયલોગ તરીકે જ થાય છે! અહીં આ લઘુનવલમાં માત્ર ટાયટલ જ એ છે ..બાકી સ્વાભાવિક રીતે જ આખી વાર્તા મારી કલ્પનાશક્તિની નીપજ છે. આમ પણ આપણે સૌ જાણીએ જ છીએ કે લેખકના કલ્પનાના વૈભવમાંથી જ વાંચકોને જકડી રાખે તેવી વાર્તાનો જન્મ થતો હોય છે! “સદેશ” દૈનિક માં લગભગ બે વર્ષ સુધી ફિલ્મી કલાકારોના જીવન પર આધારિત “મૂડ મૂડ કે દેખ” નામની કોલમ લખતી વખતે મીનાકુમારી જેવા અમુક એવા કલાકારોના જીવનમાં ડોકિયું કરવાની પણ તક મળી. આ કલાકારો નામ અને દામ કમાઈને શોહરત અને સમૃદ્ધિમાં આળોટતા હોવા છતાં તેમની અંગત જિદગીમાં માત્ર દુઃખ, પીડા, હતાશા ,વેદના અને યાતના સાથે જ જીવ્યા છે! આવા કલાકારોએ તેમની અંગત પીડાને પરફોર્મન્સમાં તબદીલ કરીને સિલ્વરસ્ક્રીન પર ઉત્કૃષ્ટ અભિનય કરી બતાવ્યો હતો...માત્ર એટલું જ નહિ પણ દર્શકોના દિલમાં સ્થાન મેળવવામાં પણ સફળતા હાંસિલ કરી હતી. બસ..અહીં હું આપની સમક્ષ નાટયજગતની એક એવી જ સફળતાના સિંહાસન પર બેઠેલી અભિનેત્રીની કાલ્પનિક કથા લઈને આવ્યો છું... મને વિશ્વાસ છે કે વાંચકો એક જ બેઠકે તે પૂરી કરશે...માત્ર એટલું જ નહી બલ્કે અન્ય વાંચન રસિયા મિત્રોને “મેરે પાસ મા હૈ” વાંચવાની ભલામણ પણ કરશે....આભાર.