હુ ટુંકી વાર્તા લખવા નો શોખીન છુ.અને આ શોખમાં વધારો શોપીઝેન એ કરયો છે.અને હુ મારા વિચારને આધીન નીત નવી વાર્તાઓ લખીને શોપીઝેન ના મારા પર્સનલી એકાઉન્ટ મા અપડેટ કરુ છુ. થેન્કસ શોપીઝેન.તમારા કીમતી પ્રતિભાવો મારા વોટસ એપ નંબર પર આપવા વિનતી - 9724456625
Book Summary
બંને મિત્રો ટ્રેનની અંદર બેસી જાય છે અને ટ્રેન વિજય હંકારવાનું ચાલુ કરે છે.આગળ જતાં રસ્તામાં વિજય અને મનજીત વાતો કરે છે પણ આ વાતોમાં વિજય રસ લેતો નથી. મનજીત કહે છે કે તું બોલ ભાઈ પણ વિજયના મનમાં તો રાતનું દ્રશ્ય સળવળતું હતું.
વિજય તારે કેટલા દિવસ નોકરી કરવાની છે?
વિજય બોલ્યો તું કેમ આવું બોલે છે ભાઈ મારી નોકરી સરકારના નિયમ મુજબ કરવાની છે. કેમ તું મને પૂછે છે.
સામેથી જવાબ આવે છે કે અમસ્તું પૂછ્યું.
તને કંઈ તકલીફ.
મને બહુ મોટી તકલીફ છે તું મારી તકલીફ દૂર કરી શકે.
એ દોસ્ત તારી ગમે તેવી તકલીફ હું દૂર કરી દઈશ.
તો રાતે મારી સાથે શું થયું હતું તે તને ખબર છે.?
આ બધું જાણતો હોવા છતાં મનજીત હા નથી કહેતો તેને કહે છે કે મને ખબર નથી કારણ કે હું તો દારૂના નશામાં ધૂત હતો મને કોઈપણ વાતની જાણ નથી. બોલ રસ્તામાં કોઈ ચોર લૂંટારા તો નતા આવ્યા ને ભાઈ.
ના ભાઈ મારી સામે તો માણસો નું મોટું ટોળું આવ્યું હતું જેમાં બાળકો, વડીલો અને સ્ત્રીઓ દરેક સાથે હતા અને ટ્રેનના પાટા ઉપર ચાલી રહ્યા હતા,પણ કરું શું તું તો ઉઠતો પણ નહોતો અને હું જાણતો ન હતો રાત્રે ભયાનક રીતે આ ટોળું મારી સામે ધસી આવ્યું હતું.
હું આ લોકો ને બચવા માટે ટ્રેન ઉભી રાખી ટ્રેન ઊભી રહી નહીં.પછી જ સ્ટેશન માસ્તરને ફોન કર્યો પણ તે ઉંઘમાં હતા. તેઓએ મને કહ્યું એ ભાઈ વિજય તું ચેન ખેંચ એટલે ટ્રેન ઊભી રહેશે પણ કરું છું ચેન ખેંચવાથી ટ્રેન ઊભી ન રહી હું તને તો ઘણીવાર કહ્યું કે ભાઈ મનજીત ઊઠ તો પણ તું કોઈ જવાબ આપ્યો નહીં. મારી આંખ સામે કેટલાક ભયાનક દ્રશ્યો ચાલી રહ્યા હતા તે હું જ જાણું છું અને મારા પેન્ટ માં પેશાબ પણ થઈ ગયો....
કારણ કે સામે રેલવેના પાટા પરથી ટોળું ખસતું નહોતું અને ટ્રેન ઉભી રહેતી ન હતી બંને સામસામે આવી ગયા એટલા મોજ અનેક લોકો કપાઈ મર્યા અને લોહીના ફુવારા ઉડવા લાગ્યા.
લોહીના ફુવારા મારા કપડાં પર પડે છે અને હું નિશબ્દ બની જાઉં છું પછી મને ખબર પડી કે ટ્રેન આપ મેરે ચાલી રહી હતી બસ આટલું જ બન્યું હતું મારી સાથે..... મનજીત મનમાં હસતાં હસતાં બોલ્યો કે આ તો વર્ષોથી ચાલ્યું આવે છે પણ કશું જ કોઇને નુકસાન થયું નથી અને કોઈ ડ્રાઈવરને પણ કંઈ થયું નથી.
અરે ભાઈ તું વિગતવાર વાત કરને આ વાત વિજય બોલ્યો. વર્ષો પહેલાં અહીંયા એક મોટું ગામ હતું આ ગામની બાજુમાં એક ફેક્ટરી હતી, ફેક્ટરી અને ગામ એકબીજાના પૂરક હતા કારણ કે ગામની રોજગારી ફેક્ટરી થી પૂરી થતી હતી પણ બન્યું એવું કે આ ગામમાં રેલવે લાઈન પસાર થઈ રહી હતી. અને ફેક્ટરી ની જમીન સર્વેમાં આવી ગઈ.
રેલવે વિભાગ એ આદેશ કર્યો કે આ ફેક્ટરી તમારે દૂર કરવી પડશે.આ ગામના લોકો ઉપર આભ તૂટી પડ્યું કારણ કે ગામ તો એક ગરીબી માં જીવી રહ્યું હતું પણ આ ફેક્ટરી ને કારણે લોકોને રોજગારી પણ મળી રેહતી હતી અને તેમનું જીવન પણ ચાલી રહ્યું હતું.
જો આ ફેક્ટરી દૂર થાય તો ગામના લોકોની દશા શું થાય આ વિચારીને ગામના લોકોએ રેલવે વિભાગને આ બાબતની જાણ ગામના લોકોએ રેલવે વિભાગને કરી અને ફેક્ટરી દૂર કરવાના આદેશ ને રોકવા માટે વિનંતી પણ કરી.
રેલવે વિભાગે આ વાત કાને ધરી નહીં થોડાક જ દિવસોમાં રેલવેના અધિકારીઓ આ ગામમાં jcb જેવા સાધન લઇ આવી પહોંચ્યા સાથે રેલવે પોલીસને પણ લાવ્યા હતા.
પણ ગામમાં રહેતા લોકોએ પણ નક્કી કરી લીધું કે કોઈ પણ ભોગે આ ફેક્ટરી ને બચાવવાની છે તો ગામના લોકોએ રેલવે અધિકારીઓ ને આત્મવિલોપનની ચીમકી આપી પણ રેલવેના અધિકારીઓ માન્યા નહીં.....
"દરેક લોકોએ ફેક્ટરીના ચોકમાં એક મોટી અગનજ્વાળા ચાલુ કરી અને દરેક લોકોએ તેમાં જઇને અગ્નિસ્નાન કરી લીધું."