गुजराती-हिन्दी साहित्यकार. स्तंभ लेखक. साहित्य की सभी विधाएं. गुजरात से हिन्दी साहित्यिक त्रैमासिक पत्रिका 'विश्व गाथा' का प्रकाशन एवं संपादन पिछले 7 -वर्षों से निरंतर
गुजराती-हिन्दी साहित्यकार. स्तंभ लेखक. साहित्य की सभी विधाएं. गुजरात से हिन्दी साहित्यिक त्रैमासिक पत्रिका 'विश्व गाथा' का प्रकाशन एवं संपादन पिछले 7 -वर्षों से निरंतर
Book Summary
નવલકથા એક એવું સ્વરૂપ છે જેમાં જરા સરખી ચૂકની સંભાવના નથી રહેતી. અહીં બધું જ એકદમ પૂર્ણ હોવું જોઈએ. નવલકથા સ્વરૂપ વાચક માટે એક યાત્રા હોય છે અને આ યાત્રામાં રોચકતા જળવાઈ રહે, એ લેખકની સૌથી મોટી જવાબદારી હોય છે. આ રોચકતા સાહિત્યના સંદર્ભમાં ‘રસપ્રદ’ હોય છે. બીજાં અન્ય સ્વરૂપોમાં ‘રસપ્રદ’ હોવું એ એટલું મહત્ત્વપૂર્ણ નથી હોતું, જેટલું નવલકથામાં હોય છે. હકીકતમાં સાહિત્યનું સૌથી મુશ્કેલ સ્વરૂપ નવલકથા જ છે. કેટલાયે મોટા લેખક એવા છે જેમણે હિન્દી સાહિત્યમાં પોતાનું પૂર્ણ લેખકીય જીવન સમર્પિત કર્યા પછી આજ સુધી નવલકથા નથી લખી શક્યા. તેઓ અત્યાર સુધી બસ વાર્તાઓમાં જ અટવાયા છે. નથી લખી શક્યા, તો એની પાછળ એક કારણ છે. કારણ એ જ કે વિષયનું પૂર્ણ સમય નિર્વહન કરવાનું કેવી રીતે થઈ શકશે? ઘણા લેખકોએ એવા ઘણા વિષયોને બસ વાર્તા લખીને જ છોડી દીધા, જેના પર ખરેખર નવલકથા લખી શકાય તેમ હતી. એનાથી વિપરીત ઘણીવાર એવું પણ બન્યું છે કે વાર્તા બનવાને લાયક વિષયોપર કેટલાક લેખકોએ પોતાના હુન્નરથી નવલકથા બનાવી દીધી છે. જોકે આ તો કૌશલ્યનો જ ખેલ હોય છે કે તમે વાચક પાસે તમારી નવલકથા વંચાવી લો. નહિતર તો વાચકો પાસે નવલકથા તો દૂરની વાત છે, વાર્તા પણ પૂરી વંચાવી લેવાનું મુશ્કેલ હોય છે. જો જરા સરખી પણ ઓછી રસપ્રદ બને અથવા વિષયનો નિર્વાહ કરવામાં ઊણપ જણાય તો વાચક બસ્સો-અઢીસો શબ્દોની લઘુકથાને પણ વચ્ચેથી છોડી દેતા હોય છે. લેખકે પોતાને શાસ્ત્રીય ગાયક તથા વાચકને શાસ્ત્રીય સંગીતનાપ્રખર શ્રોતા માનીને ચાલવું જોઈએ. સૂરથી થોડા પણ ભટકવાથી શ્રોતાઓના અનુભવ અને પારખુ કાન એ ભટકાવને પકડી લે છે, બરાબર એ જ વાત સાહિત્ય સાથે પણ થાય છે. નવલકથા સ્વરૂપને લઈને આટલી લાંબી વાત કરવા પાછળ ઉદ્દેશ્ય એવો છે કે વાત ડૉ. હંસા દીપની નવલકથા ‘બંધ મુઠ્ઠી’ પર કરવાની છે. નવલકથાની ભૂમિકા લખતાં પહેલાં નવલકથા સ્વરૂપ વિશે એક સંક્ષિપ્ત ટિપ્પણી એટલા માટે કે એના અજવાળે આગળની વાત કહી શકાય. આ નવલકથા ડાયરી અથવા સંસ્મરણ જેમ લખાયેલ છે. લગભગ પૂરી નવલકથા અતીતમાં ચાલે છે. એક પૂર્ણ જીવનને ઉજાગર કરતી લેખિકાએ આ પ્રકારના શિલ્પનું ચયન કરી એક પડકાર રૂપ રસ્તો અપનાવી લીધો હતો; પરંતુ આ મુશ્કેલ રસ્તો લેખિકાએ સરળતાથી પસાર કરી લીધો છે. લેખિકાએ નવલકથાને ભાવનાત્મકતામાં ડૂબીને લખી છે એટલે વાચક એકવાર પાત્રો સાથે જોડાઈ જાય તો એ સ્વયં પાત્રો સાથે કાચા-પાકા રસ્તા પર યાત્રા કરવા લાગે છે. અતીતનાં પાનાં પલટાવતાં વાચક એ પાત્રોની સાથે એકાકાર થઈ જાય છે અને પોતાને એ પાત્રોના સ્થાને જીવવા લાગે છે. એ બધાં સુખ-દુઃખ જે પાત્રોના રસ્તામાં આવે છે, એ વાચકને વાંચતી વખતે અનુભવાય છે. આ રીતે લેખિકાએ આ નવલકથાના ક્ષેત્રમાં પહેલી લડાઈ જીતી લીધી છે, જેને ‘રસપ્રદ’ કહેવાય છે. આ નવલકથા ભરપૂર રસપ્રદ છે. કોઈપણ પ્રકારનું લેખન હોય, કોઈપણ સ્વરૂપમાં કરેલું લેખન હોય, છેવટે તો એ વાચક માટે જ હોય છે, એવામાં રસજ્ઞતા દરેક યુગમાં, દરેક સમયમાં, સાહિત્ય માટે પહેલી અને અંતિમ શરત હોય છે અને આગળ પણ રહે છે. ‘બંધ મુઠ્ઠી’ નવલકથા લોકપ્રિયતા માટેના તમામ માપદંડો પર બિલકુલ ખરી સાબિત થઈ છે. હવે વાત કરીએ ભાષાની. આ નવલકથા ભાષાના સ્તર પર પણ ચોંકાવનારી છે. એટલા માટે ચોંકાવે છે કે એની ભાષા બહુ સમતોલ અને સચોટછે. જેમ, કે કોઈ સ્થાપિત લેખક પોતાની ત્રીજી કે ચોથી નવલકથા લખતી વખતે પસંદ કરી-કરીને શબ્દોનો પ્રયોગ પોતાની કૃતિમાં કરી રહ્યો હોય. આ સમતોલપણું ભાષાના બંને સ્તર પર જણાય છે. જ્યાં એક તરફ સામાન્ય બોલચાલની ભાષા છે, તો ત્યાં સાહિત્યિક ભાષા પણ નવલકથામાં દેખાઈ રહી છે. આને એક પ્રયોગ પણ કહી શકીએ. જો આ પ્રયોગ સ-પ્રયાસ કરવામાં આવ્યો છે તો એને માટે લેખિકાને સાધુવાદ આપવા જોઈએ. આ કોઈપણ લેખક માટે જરૂરી હોય છે કે તે હમેશાં સચેત રહે. પોતાની આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે, જે કંઈ બદલાઈ રહ્યું છે એના પ્રતિ સજાગ રહે અથવા પોતાની દૃષ્ટિ દરેક પરિવર્તનના સૂક્ષ્મ સ્તર પર જમાવી રાખે. જો લેખક એટલો સજાગ નહીં રહે તો સ્વયં એને ખબર નહીં રહે કે તે દોડની બહાર નીકળી ગયો છે. દરેક સ્વરૂપ, સમયના એક નિશ્ચિત અંતરાલ પછી પોતાનામાં બદલાવ આવે છે. સાહિત્ય પણ તેનાથી અછૂત નથી. સાહિત્યમાં તો એ પરિવર્તન કેટલાંય સ્તર પર થાય છે, ભાષાના સ્તરે, શિલ્પના સ્તર પર, વિષયના સ્તર પર. ડૉ. હંસા દીપે પોતાની આ નવલકથામાં જે ભાષાનો પ્રયોગ કર્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે આ પરિવર્તનો માટે તે સચેત છે, સજાગ છે. નવલકથાની ભાષામાં સાહિત્યની બદલાતી ભાષાના સંકેત પણ મળે છે, અને પરિવર્તન પહેલાંની ભાષાનાં નિશાન પણ. હું હમેશાં કહું છું કે કળાના બધા સ્વરૂપોમાં સૌથી વધારે સજાગતાની માગણી સાહિત્ય જ કરે છે, અહીં પરિવર્તન તીવ્ર ગતિથી સાથે ચાલે છે. ઘણા લેખક એવા છે જે વરસોથી લખી રહ્યા છે પરંતુ આજસુધી લોકપ્રિય છે, જ્યારે ઘણા લેખક એક-બે કૃતિઓ આપ્યા બાદ વિસ્મૃતિના અંધારામાં ખોવાઈ ગયા છે. આ કેવળ અને કેવળ એટલા માટે કારણ કે જે જળવાયેલા છે તે સચેત હતા, તેઓ બદલાતા સમયની સાથે પોતાને એમાં ઢાળતા આગળ વધી રહ્યા હતા. મારી જાણકારીમાં ડૉ. હંસા દીપની આ પ્રથમ નવલકથા છે પરંતુ હું એટલું કહી શકું કે એમની આ યાત્રા હવે લાંબી ચાલવાની છે. આજે શરૂઆત થઈ છે એ આગળની કથા સ્વયં કહી રહી છે. આ શરૂઆતને દૂર સુધી જવાનું છે. ભારત આ નવલકથામાં નથી પરંતુ એ દરેક જગ્યાએ છે. આ નવલકથાની એ સૌથી મોટી વિશેષતા છે કે નવલકથા ભલે સિંગાપુર અને કેનેડામાં ફરી રહી છે; પરંતુ ભારત એ બંને દેશોથી પણ વધારે આ નવલકથાનાં પૃષ્ઠો પર ધબકતું અનુભવાય છે. નવલકથાને મેં જ્યારે વાંચવાની શરૂ કરી, ત્યારે મનમાં કેટલીક દ્વિધા હતી. આ દ્વિધા એટલા માટે હતી કે નવલકથા શરૂ તો કરી દીધી છે, ખબર નહીં અંત સુધી વાંચી શકીશ કે કેમ? પરંતુ ત્રણ દેશો વચ્ચે યાત્રાની જેમ ચાલતી આ નવલકથા પછીનું કાર્ય પોતે જ કરાવી લે છે. પછીનું કાર્ય મતલબ વંચાવી લેવાનું. માનવીના મનના અંધારિયા ખૂણાની તપાસની એક યાત્રા એટલે આ નવલકથા. એ મનની પ્રવાહિતાના ઊંડાણમાં જામેલા તળ સુધી પહોંચાડે છે, જ્યાં સુધી આપણી દૃષ્ટિ સામાન્ય રીતે નથી પહોંચતી. આ નવલકથા બતાવે છે કે ઘણીવાર કેવળ પરંપરાઓને નામે આપણે આપણા જીવનમાં કેટલું બધું ગુમાવી બેસીએ છીએ. ગુમાવી દઈએ છીએ એ સુખને, જે આપણા હિસ્સામાં આવ્યું હોય છે. જેને આપણે જીવવાનું હતું, જેમાં આપણે આપણી ઝોળી ભરી લેવાની હતી. લેખિકાએ ખૂબ કુશળતા સાથે આ વાતનું નવલકથામાં ચિત્રણ કર્યું છે. આ નવલકથા હકીકતમાં એ જ ખોવાયેલાં સુખોની કથા છે, જેને આપણે આપણી જ ભૂલોથી ખોઈ દેતા હોઈએ છીએ. નાયિકા તથા એનાં માતા-પિતા વચ્ચેનું દ્વંદ્વ ખરેખર તો એ સુખની સંઘર્ષ કથા છે. નવલકથા એક પ્રશ્ન છે આપણા સમાજ માટે કે આપણને જોઈએ છે શું, પોતીકાંની ખુશી, અથવાએ પરંપરા જે હવે સદીઓ જૂની થઈ ગઈ છે. આ પ્રશ્ન આખી નવલકથામાં પૂર્ણ નિરાકરણ સાથે ગુંજતો અનુભવાય છે. લેખિકાએ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવીને એક લેખક તરીકે પોતાની જવાબદારી સારી રીતિ પૂર્ણ કરી તે માટે અભિનંદન. આ નવલકથાની સફળતા માટે મારી શુભેચ્છા.- પંકજ સુબીર