અહીં જે વાર્તા રજુ કરી રહ્યો છુ એ ખરેખર કાલ્પનિક વાર્તા છે પરંતુ અમુક પાત્રો વાર્તામાં એવા ઉમેર્યા છે જે વાર્તાને જીવંત ઉપરાંત વાસ્તવિક બનાવે છે. મનમાં આવેલા ઉંડાણપૂર્વક ના આવેગો અને વિચારોનો સમન્વય તથા અાજુબાજુની પરિસ્થિતિના અનુસંધાને આ વાર્તાનુ આલેખન કરી રહ્યો છુ. વાર્તામાં આવતા અવનવા રહસ્યો વાંચકમિત્રોને વાર્તા વાંચવા માટે જકડી રાખશે તથા વાર્તાને રસપ્રદ બનાવશે એની મને પુરતી ખાતરી છે. એક અાધુનિક લેખક તરીકે આધુનિક પરિસ્થિતિનુ વર્ણન વાર્તામાં કર્યુ છે જે હાલની યુવા પેઢીને ખુબ જ પસંદ પડશે વાર્તાના રહસ્ય રોમાંચ તથા લવસ્ટોરી આપ સૌ મિત્રોને રોમાંચિત કરી મુકશે.
સુરજ એક રાઇટર છે જેની ઓળખાણ એક અજાણ વ્યક્તિ સંધ્યા જોડે સોશિયલ મિડીયા ના માધ્યમ થી થાય છે બંને થોડા જ સમયમા સારા એવા મિત્રો બની જાય છે ને એકબીજાની ખુબજ નજીક આવી જાય છે
બીજી તરફ રીના પણ સિક્રેટ એજન્સીના હેડ મિસ્ટર રાઠોડ ના ઓર્ડરને કારણે સુરજને વધારે ને વધારે જાણવા લાગે છે તથા તેની માહિતી એકઠી કરવા લાગે છે
સુરજ અને સંધ્યાની પ્રેમકહાની તથા રીના અને સિક્રેટ એજન્સીના તથ્યો ને લઇને એક રોમાંચક કહાની પ્રસ્તુત કરી રહ્યો છુ