હું કોઈ મોટો લેખક નથી બસ પ્રયાસ કરૂં છું મારા સ્વાનુભવો દ્વારા આપશ્રી ને બહેતર પીરસવાનો છતાં આપસૌ મારી રચનાઓ ને આપના અભિપ્રાયો રૂપી પુષ્પોથી વધાવો છે એ મારે મન કોઈ મહાન લેખક થી કમ નથી. અહીંયા પણ આપસૌ મને આવકારશો એવી અભિલાષા.
હું કોઈ મોટો લેખક નથી બસ પ્રયાસ કરૂં છું મારા સ્વાનુભવો દ્વારા આપશ્રી ને બહેતર પીરસવાનો છતાં આપસૌ મારી રચનાઓ ને આપના અભિપ્રાયો રૂપી પુષ્પોથી વધાવો છે એ મારે મન કોઈ મહાન લેખક થી કમ નથી. અહીંયા પણ આપસૌ મને આવકારશો એવી અભિલાષા.
Book Summary
સપ્રેમ નમસ્કાર !
હું કોઈ મોટો વિદ્વાન કે નામચીન લેખક નથી બસ પ્રયાસ કરૂં છું આપ સૌને કંઈક બહેતર પિરસવાનો ! સાહિત્ય રચવાનો આને અક્ષરોને કાગળ પર કંડારવાનો શોખ ખરો ! જેના ભાગ રૂપે મારા જીવનની ખુબજ મહત્વ ની આ નવલકથા " રંગમાં કપડું "નુ સર્જન થયું.
" રંગમાં કપડું " નવલકથા એ તદન નોખા પ્રકારની કથા છે. ગ્રામિણ સભ્ય સંસ્કૃતિ માં મહાલતી ઉત્તર ગુજરાત ની તળપદી લોકબોલીએ પીરસાયેલી કથામાં "અંબી" અને " ભિલ્લુ " પ્રમુખ પાત્રો છે ઉત્તર ગુજરાતની બનાસ નદીના કાંઠે પાંગરતી આ નવલકથામાં નદીના બંને કાંઠે આવેલા ગામ ગંગાજળયુ અને સદનપુર ની વાત છે અંબી સદનપુર ના જમીનદારની દીકરી છે ,શીરોઈ તલવારની ધાર જેવી તીખી ! સાચ માટે ઘેલી અને કપટ સામે જિદ્દી !જ્યારે ભિલ્લુ ગંગાજળિયા નો ગરીબ રંગારો છે સાવ ભોળો અને પારેવા જેવો નિર્દોષ !શુ અવસરે ઘર મંદિર રંગવાનો એનો ધંધો છે બંને સમયના વહેણમાં આગળ વધી એકબીજાના નિર્દોષ પ્રેમમાં પડે છે બંનેના માવતર રાજી હોય છે પણ અંબીનો ભાઈ ત્રમ્બક હોય છે જેને આ સંબંધ બિલકુલ મંજૂર હોતો નથી તે બંનેને અલગ પાડવા જાતજાતના અખતરા કરે છે એમાં અંબીને કઠોર કસોટીના એરણે ચડી તેનો ભિલ્લુ પ્રત્યે નો સાચો પ્રેમ સિદ્ધ કરે છે સામે છેડે ભિલ્લુ પણ એક કાવતરા નો ભોગ બને છે ત્યારે પણ અંબી તેને એમાં થી સહીસલામત ઉગારી લે છે. આમ અંબી ભિલ્લુ છેવટ સુધી એકબીજા સાથે સારસબેલડી ની જેમ જોડાયેલા જ રહે છે કથાના અંતમાં આ બેલડી સમાજના આવા ઈર્ષા, અદેખાઈ અને વયમનસ્ય ભાવના ના સીમાડાઓ તોડી દૂર નીકળી જાય છે અને કથાનો સુખદ અંત આવે છે.
- વિજય વડનાથાણી...