આ નવલકથા કલ્પન-વાસ્તવના પંથે વિહાર કરે છે. મેં સારા-નરસા માણસો અને પ્રસંગો આલેખ્યા છે. પ્રેરવાના આશયથી નહીં બલકે સર્જકતાની ધૂનમાં પ્રવર્તમાન કાળના સંદર્ભે સામાજિક મતમતાંતર તથા માળખાને અનુલક્ષીને આત્મકથનની અણ દબાતી આત્મસ્ફૂરણાથી... સંસાર મિથ્યા નથી ભરપુર ભોગવવાનું સુખ છે. ભારતનું અધ્યાત્મ ભલે મોક્ષમાર્ગી હોય. ભારતીય સંસ્કૃતિ મૂળે પ્રેમપંથી... ઉલ્લાસના ગીતો ગવાય છે. Delight of desired Girl. તારુણ્યને યૌવનની વસંત ફૂટી. માણસ માણસ થાય અને માણસને ઓળખે, જે છેવટે રાષ્ટ્રીય ભાવનાને વિકસિત કરે છે. સંતો-મહંતો, ધર્માચાર્યો, વિદ્વાનો તેમજ શાસકોની જનતાને ભલીપેર ઓળખ થાય. બિનજરૂરી પરંપરા, રીતિ-રિવાજ, રસમ જે સાંપ્રતકાળના ચોકઠામાં બંધ બેસતા ન હોય, અર્થહીન પુરવાર થતા હોય તેને વળગી ન રહેતા તિલાંજલિ આપવી. પરાવલંબનના દોજખમાંથી સ્ત્રી મુક્તિ પામે. જિંદગી આનંદ માટે છે આસું સારવા માટે નથી.