પ્રજ્ઞાબેન દીપકભાઈ વશી
એમ.એ .બી.એડ
નિવૃત્ત આચાર્યા - ટી એન્ડ ટી વી સાર્વજનિક હાઈસ્કૂલ ,નાનપૂરા.
કર્મ ભૂમિ - સુરત
સાહિત્યકાર, કવયિત્રી, શિક્ષણકાર, પ્રખર વક્તા,સમાજ- સેવિકા
૫૦૦ થી વધુ વક્તવ્ય દેશ પરદેશ માં આપ્યાં છે.
સંચાલક તેમજ આયોજક
નર્મદ સાહિત્ય સભા નાં ઉપપ્રમુખ, સાહિત્ય પરિષદ કારોબારી ,અ. હિ. મહિલા પરિષદ બૃહદ વાચક મંચના કન્વીનર.
નાટક, સાહિત્ય, સંગીત, શિક્ષણ તેમજ સમાજ સેવા માં પ્રદાન.
કુલ ૯ પુસ્તકો પ્રગટ થયાં છે.
---------------------- ----------
૧- સ્પનદન વન -કવિતા સંગ્રહ
૨- આકાશે અક્ષર - ગઝલ સંગ્રહ
૩- શ્ર્વાસ સજાવી બેઠા - ગીત તેમજ અછાદસ સંગ્રહ
૪-પિકનિક પર્વ - બાળગીત સંગ્રહ
પ-ગઝલે સુરત - સંયુક્ત કવિઓ.
૬- સત્ અસત્ ને પેલે પાર - (શિક્ષણલક્ષી નવલકથા - ધારાવાહિક ,ગુજરાત મિત્રમાં)
૭- નિસ્બત - ગઝલ સંગ્રહ
૮- નારીની ગઈ કાલ આજ અને આવતીકાલ - નિબંધ સંગ્રહ
૯ -સાતત્ય - ગીત ગઝલ આલ્બમ
( સ્વરાંકન - મેહુલ સુરતી)
જૂદા જૂદા ક્ષેત્રનાં એવોર્ડ
------------------------------
૧--ગુજરાત રાજ્યનો પ્રતિષ્ઠિત
" કલાપ્રતિષ્ઠાન " એવોર્ડ ૨૦૧૬-૧૭
૨---દિલ્હીનો અવંતિકા એવોર્ડ
૩- કલાનિકેતન નાટ્ય એવોર્ડ
ત્રિઅંકી નાટક ખાલીપો માટે બેસ્ટ એકટીંગ એવોર્ડ ગુજરાત રાજ્યનો તેમજ સુરત મહાનગરપાલિકા નો.
૪- બેસ્ટ ટીચર એવોર્ડ
૫-એની સરૈયા નિબંધ એવોર્ડ
૬- કવિ સામયિક ગઝલ એવોર્ડ
૭- ખંભાત ખાતે બેસ્ટ વક્તા એવોર્ડ
૮- સતત ૪ વર્ષ મહાનગરપાલિકા સન્માન
૯- ગુજરાત નારી રત્ન સન્માન અને એવોર્ડ
૮-એકમાત્ર સ્ત્રી હાસ્ય નિબંધકાર તેમજ હઝલ લેખન તેમજ હાસ્ય કોલમીસ્ટ , ગુજરાત મિત્ર દૈનિક
૯- હાસ્ય તેમજ ગંભીર કવિ સંમેલન ના સફળ સંચાલક
૧૦- દૂરદર્શન, ચેનલ ગિરનાર, તેમજ અન્ય ચેનલો , રેડિયો સ્ટેશન, સુરત, વડોદરા, મુંબઈ ઉપર અનેક પ્રોગ્રામ તેમજ કવિતા પઠનનાં કાર્યક્રમો કર્યા છે
અમેરિકામાં તેમજ કેનેડામાં પણ કવિતા પઠન તેમજ વક્તવ્ય આપ્યાં છે
૧૧--ગુજરાત મિત્ર દૈનિકમાં નવલકથા તેમજ હાસ્ય કોલમીસ્ટ રહી ચુક્યા છે.
૧૨--હાલ સંદેશ દૈનિકમાં
" કલા સંસ્કૃતિ " નામની કોલમ લખી રહ્યા છે.
૧૩ -- આ ઉપરાંત અનેક બહુમાન મળ્યા છે.
તેમજ અનેક મોટીવેશનલ વક્તવ્ય તેમજ કાઉન્સેલર ની ભુમિકા ભજવે છે
૧૪ -- અનેક મોનો એકટીંગ સ્ક્રીપ્ટ
તેમજ નાટકો લખ્યાં છે .
Book Summary
આજે વૈશ્વિક મહામારી સામે આખું જગત ઝઝૂમી રહ્યું છે. ભલભલા ભૂપો પણ ઘૂંટણિયે પડયા છે. એક સાંજે વિચાર આવ્યો કે આ મહામારી કુદરતે કરેલી સજા તો નથીને? કુદરતી સંપત્તિઓનો સ્વચ્છંદપણે ઉપયોગ કરવાની આ સજા હશે? પ્રકૃતિ સાથે મન ફાવે તેવા ચેડા કરવાની આ સજા તો નહીં હોયને? જો આ સજા છે તો માનવ આ સજામાંથી કંઈક શીખ્યો હશે ખરો? સર્જન અને વિસર્જન કુદરતનો ક્રમ છે અને એમાંથી જ તો માનવે શીખવાનું હોય છે ધારો કે, જગત કોરોનામુક્ત થઈ ગયું હશે. તો શું માનવની વિચારસરણીમાં, એનાં સામાજિક વર્તનમાં, એની વિકાસદોટમાં કોઈ ફેર પડ્યો હશે ખરો? આજથી પંદર વર્ષ પછીનું વિશ્વ કેવું હશે? માનવ કેવી રીતે જીવતો હશે એ જમાનામાં? મનુષ્ય જ્ઞાન-વિજ્ઞાન, સમજ અને ધર્મની બાબતમાં કેવો આગળ વધ્યો હશે? આજે જમીનમાં જ્યાં ધાન ઉગાડવાનું છે ત્યાં અણુંબોમ્બ ધરબીને બેઠા છીએ. જાતે જ હવા, પાણી ને ખોરાક સુધ્ધાં પ્રદૂષિત કરીને હવે જિંદગીની ભીખ માંગતા માણસોની ખરેખર મને દયા આવે છે. વૈશ્વિક મહામારીમાં ભારતથી અમેરિકા કમાવા ગયેલી એક નેની કેવી રીતે નર્સ બની? એનાં ભૂતકાળ અને વર્તમાનની વીસ વર્ષની કપરી યાત્રા દ્વારા મારે કંઈક કહેવું છે. વર્તમાન પરિસ્થિતિના સંઘર્ષ સાથે એક પછી એક આકાર લેતી અણધારી ઘટનાઓ સામે લડત આપતાં આપતાં એ કેવી રીતે અને શા માટે પોતાના પ્રેમનું પણ બલિદાન આપે છે? નિયતિના ચક્રમાં ફસાયેલ એક ઉમદા નર્સ આ કથાની નાયિકા છે. કહ્યું છે ને કે સારાની હંમેશા ઈશ્વર કસોટી કરે છે, પણ કેમ સારાની જ કસોટી કરે છે? આવા પ્રશ્નોના જવાબ મારી આ નવલકથામાં પૂર્વાકાશમાં ઊગતા સૂર્યની જેમ ધીમે ધીમે ઊઘડતા જાય છે અને અંતે પૂર્ણ સેવાકાશનો રંગ તમને ભીંજવી જશે એક અનોખા પરમરંગમાં…