ભણતર નજીવું, પણ ગણતરી સચોટ! કર્મે મજૂર, પણ ખુમારી બાદશાહ જેવી! લેખકથી વધુ એક સારા માનવી અને સાચા ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત કરવાનો ધ્યેય છે.
Book Summary
આ નવલકથા કેટલીક સત્ય ઘટનાઓનો સમન્વય છે તો કલ્પનાનાં ઘણા રંગો પણ એમાં મળી રહેશે. આજથી પચાસ વર્ષ પહેલાના ભારત પર નજર કરશો તો આ નવલકથાના નાયક, નાયિકા અને એનો પરિવાર દરેક ગામની દરેક શેરીમાં મળશે. સામાન્ય રીતે દરેક પરિવારમાં મોટો દીકરો વધુ ભોગ આપે છે અને સૌથી વધુ ભોગવવું પણ એણે જ પડે છે. એ કારણે જો કોઈ પાત્ર કે ઘટના આ નવલકથાના પાત્ર કે ઘટના સાથે બંધબેસતી હશે તો એ માત્ર એક સંયોગ હશે.
નવલકથા પારીવારિક છે, છતા નવરસથી રંગાયેલ છે. શક્ય છે કે પાત્રોની ભરમાર લાગે, પરંતુ દરેક પાત્રનું પોતાનું અદકેરું મહત્વ છે.