મને સદ્દભાગ્ય સાંપડ્યું કે મારું પેસન અને પ્રોફેશન એક જ છે. જર્નાલિસ્ટ તરીકે કેટલાક વર્ષથી કલમ સાથે પનારો છે, તો અખબાર સિવાયના અન્ય પ્લેટફોર્મ પર અવનવી રચનાઓ માંણવાનો આસ્વાદ મારાં લેખન અને વાંચન શોખને પોષે છે. કેમ કે લેખક પહેલાતો સારો વાચક જ હોય છે. હંમેશા નવીનતાસભર રચનાઓ હું પીરસતો...More
મને સદ્દભાગ્ય સાંપડ્યું કે મારું પેસન અને પ્રોફેશન એક જ છે. જર્નાલિસ્ટ તરીકે કેટલાક વર્ષથી કલમ સાથે પનારો છે, તો અખબાર સિવાયના અન્ય પ્લેટફોર્મ પર અવનવી રચનાઓ માંણવાનો આસ્વાદ મારાં લેખન અને વાંચન શોખને પોષે છે. કેમ કે લેખક પહેલાતો સારો વાચક જ હોય છે. હંમેશા નવીનતાસભર રચનાઓ હું પીરસતો રહુ એ જ મારાં પ્રયત્નો રહેશે. મારાં whatsaap નંબર 98795 82186 પર આપના અમૂલ્ય પ્રતિભાવ મોકલશો.
Book Summary
(સત્ય ઘટના પર આધારિત)
અહીં જે ઘટનાનું વર્ણન છે તેને વાંચતા કદાચ વાચકની આંખ શરમથી ઝુકી જશે એવા શબ્દપ્રયોગ મારે કરવા પડ્યા છે કદાચ વાચક આ સ્ટોરીને વિકૃતિનું આલેખન પણ માની બેસે, પરંતુ આ સ્ટોરીને પ્રામાણિક રહેવા મારે ના છૂટકે નિમ્ન પ્રકારના શબ્દપ્રયોગ કરવા પડ્યા છે જે માટે હું અગાઉથી જ વાચક સમક્ષ માફી ચાહું છું. શહાદત હસન મંટોના શબ્દોમાં કહું તો ''હું કોણ આ સભ્ય સમાજને વાઘા પહેરાવવાવાળો જે પહેલાથીજ નગ્ન છે.''
આ સ્ટોરીના કેન્દ્રમાં જે વ્યક્તિ છે અથવા કહુ કે જે આ સ્ટોરીનું આધારબિંદુ છે તે આજે હયાત નથી. એઈડ્સની બીમારી સામે લાંબો સમય ઝઝૂમી તેણીએ હાલમાંજ આ ફાની દુનિયાને અલવિદા કહી. બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ઘટના મારી સાથે આજ ( જાન્યુઆરી 2019)થી 4 વર્ષ પહેલા બની જયારે હું ભુજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપરમાં જર્નાલિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે તેણીએ મારી પાસેથી વચન લીધું હતું કે હું તેની આપવીતી તેના જીવતા ક્યારેય પણ કોઈ સામે ઉલ્લેખ નહિ કરું. આજે તે હયાત નથી માટે હું તેને આપેલા વચનમાંથી મુક્ત છું પણ આજે મેં જર્નાલિસ્ટ તરીકેની મારી જોબ છોડી દીધી છે માટે આ વાતને પ્રતિલિપીના માધ્યમથી બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા એક નાનકડો પ્રયાસ કરી રહ્યો છું.
મારા સિવાય તમામ એ વ્યક્તિઓ કે જેનો આ સ્ટોરીમાં હું ઉલ્લેખ કરી રહ્યો છું તેઓના નામ બદલાવ્યાં છે.