કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા...More
કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા અશ્વિનની ભટ્ટનો ચાહક છું સાથે પ્રવીણભાઈ પીઠડીયા તથા હિરનભાઈ કવાડને પોતાનાં આદર્શ સમજુ છું...નવલકથામાં લેખકનો અંશ શામેલ હોય છે અને તેથી જ લેખક એ નવલકથામાં જીવ રેડી દે છે..મારું પણ એવું જ છે..આજુબાજુમાં બનતાં કિસ્સાઓનાં મણકા જોડીને નવલકથા લખું છું..
Book Summary
આજે હું મારી સાથે હાલમાં જ બનતી ઘટનાની ચર્ચા કરવા જઈ રહ્યો છું, એક સ્માઈલ પાછળ કેટલો નિઃસ્વાર્થ પ્રેમ છુપાયેલો છે તે કદાચ હવે મને ખબર પડી ગઈ છે. જે છોકરીની હું અહીં ચર્ચા કરું છું, હું તેને પ્રેમ પણ નથી કરતો અને એવી કોઈ ફીલિંગ્સ પણ નથી, હું તો તેના ચહેરા પર રહેલી સ્માઇલને શોધતો શોધતો આવા કાંડ કરી બેઠો છું, નહીંતર હું આવું કઇ કરેત જ નહીં. તો ચાલો શરુ કરીયે મારી સ્માઈલની વાત