કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા...More
કલમથી મારી ઓળખ છે અને કલમ જ મારી સાથી છે...લખવું અને વાંચવું મારા નિત્યક્રમમાં આવે છે... જો એક દિવસ પણ લખવાનું અટકી ગયું હોય તો હાયપર થઈ જાઉં છું...લવસ્ટોરીથી લખવાનું શરૂ કરેલું પણ આજે લવ સ્ટૉરી ઉપરાંત સામાજિક વિષયો, સસ્પેન્સ, ક્રાઈમ-થ્રિલર જેવા વિષયો પર લખી લઉં છું..કનુ ભગદેવ સાહેબ અને દાદા અશ્વિનની ભટ્ટનો ચાહક છું સાથે પ્રવીણભાઈ પીઠડીયા તથા હિરનભાઈ કવાડને પોતાનાં આદર્શ સમજુ છું...નવલકથામાં લેખકનો અંશ શામેલ હોય છે અને તેથી જ લેખક એ નવલકથામાં જીવ રેડી દે છે..મારું પણ એવું જ છે..આજુબાજુમાં બનતાં કિસ્સાઓનાં મણકા જોડીને નવલકથા લખું છું..
Book Summary
બળવંતરાય મલ્હોત્રા અત્યારે પોતાની આલીશાન ઓફિસમાં રિવોલ્વીંગ ચેર પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. સહસા દરવાજો ખોલીને મંગુ ઓફિસમાં પ્રવેશ્યો.
“જય મહાકાલ દાદા” મંગુએ બળવંતરાયનાં ચરણ સ્પર્શીને કહ્યું, “ગાડી તૈયાર છે”
બળવંતરાય ઊભાં થયા. પંચાવન વર્ષે પણ તેનામાં હજુ ત્રીસ વર્ષનાં યુવાન જેવી સ્ફૂર્તિ હતી, ચહેરા પર તેજ હતું અને ચાલમાં એક અદા હતી. બળવંતરાય હંમેશા કાળું કુર્તુ-પેજામો પહેરતાં, પગમાં કાળ રંગની મારવાડી મોજડી, હાથમાં પૂર્વજોની ધરોહર એવી કિંમતી કાંડા-ઘડિયાળ રહેતી. બળવંતરાયનો ઘઉંવર્ણા ચહેરા પર હંમેશા સાગરનાં પાણીની જેવી શાંતિ રહેતી પણ તલવારકટ જાડી મૂછ અને આંખ નીચેનાં ઘાવને કારણે સામેની વ્યક્તિનાં મનમાં ડર પેદા થવાની સંભાવના હંમેશા રહેતી હતી.
બળવંતરાય ઊભા થયાં, ટેબલનાં ખાનામાંથી રિવોલ્વર લઈને ગજવામાં રાખી અને મંગુને આગળ ચાલવા ઈશારો કર્યો.
ગુજરાતની ઉત્તર-પૂર્વ સરહદે આવેલા શિવગંજ શહેરમાં બળવંતરાય મલ્હોત્રાનું મોટું નામ હતું. તેનાં નામથી અત્યાધુનિક શાળાઓ, કૉલેજો, રસ્તા-ચોક , યતિમખાનાઓ, ગૌશાળા, સહકારી મંડળીઓ હતી. બળવંતરાય અહીંના નામદાર અને સૌથી મોટા વેપારી હતાં. પૂરાં શિવગંજ પાસે જેટલી સંપત્તિ નહોતી એટલી સંપત્તિ માત્ર બળવંતરાય પાસે હતી.
શહેરીનાં નામચીન વિસ્તારમાં તેની ત્રણ મજલાની ઝાંઝરમાન મોટી હવેલી હતી. હવેલીનાં પ્રાંગણમાં ચાર વિલાયતી મોટરકાર રહેતી.
બળવંતરાયને બે દીકરા અને એક નાની દીકરી હતી. મોટો દીકરો ત્રણ વર્ષ પહેલાં જ વિલાયત ચાલ્યો ગયો હતો, બીજા નંબરનો દીકરો જયવંતરાય મલ્હોત્રા પિતાનાં કામમાં સાથ આપતો અને નાની દીકરી શ્વેતા મલ્હોત્રા હતી.