મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ...More
મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ મને સતત જીવાડે છે તેની યાદો વચ્ચે..મારી સર્જનયાત્રામાં
"ટહુંકો,શૂન્યમાં સ્મશાન વચ્ચે,એ સખી,સાચાે શિક્ષક સાચો સંત છે(પ્રેણાત્મક)એક મુઠી બાંધી લે તું ધુળ(નવલકથા)મને ઓળખો હું આદિવાસી છું(સંશોધત્મક)પુસ્તકો આપ્યા છે.આજે મારી કલમ બધા ક્ષેત્રોમાં પોતાની આગવી સૂઝથી સર્જનાત્મક કાર્ય કરે છે જે કોઈના પ્રભાવતળે નહીં પોતાની આગવી કુદરતી પ્રેણાનું સવર્ધન કરી,પાતાના આગવા અંદાજમાં સર્જન કરી રહી છે,મિત્રો સમય મળે ત્યારે વાંચજો તમને કોઈના કોઈ પ્રેણાત્મક સંદેશ આપશે.
Book Summary
બે હદ નવલકથામાં ગ્રામ્યપરિવેષને લેવામાં આવ્યો છે,આંખી નવલકથામાં ભીલીભાષાનો સમન્વય કરવામાં આવ્યો છે.સરહદ પારનો ગ્રામ્યપરિવેષમાં પ્રેમ પાંગરે કેવો હોય તેની ઝાંખી કરાવતી નવલકથામાં ધારજીને માલીનો પ્રેમ કેવી રીતે સફળ બને તે વાત આલેખવામાં આવી છે,અહીં ભીલ સમાજમાં ઉજવાતા તહેવારો તેની તૈયારી કેવો મશગુલ બનતો સમાજ તેનું નિરુપણ કરવામા આવ્યુ છે .
ગુજરાતને મધ્યપ્રદેશ બન્નેની હદ વચ્ચે ધારજીને માલીના પ્રેમને હોળીના મેળા સુધી લાવે છે,ગુજરાતમાં ભરાતા હોળી,આમળી અગિયારસના મેળાે જોવા ,રાજસ્થાન,મધ્યપ્રદેશને ગુજરાતનો આખોને આખો સમાજ ઉતરી આવે તે મેળામાં માલીનું અફહરણ થાય,ત્યાર પછી સામાજિક રંગ કેવો ઉભરે તે વાત પંચોના માધ્યમથી કરવામાં આવી છે.
ભીલ સમાજમાં ચાલતી દહેજપ્રથા સમાજનું ભયંકર દુષણ છે,અહીં છોકરીનુ દહેજ નક્કી થાય તેમા રૂપિયાની લેતીદેતી હોયને સમાજ તેમા પાંગળો બની જતો હોય તે વાત કરવામાં આવી છે.તમે એમા ડૂબકી મારશો તો તમને જરૂર ગમશે.
બાબુ સંગાડા..મહેક