મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ...More
મારી બાળપણની ભ્રમણયાત્રા,વતનના જંગલો,ઝરણા,ટહુંકા,વનરાઈ,ને ગ્રામ્યપરિવેષમાંથી નીકળી,આજે શહેર વચ્ચે પણ તેની ઝંખના સતત પજવ્યા કરે,માણસ ગમે તેટલો વધે પણ વતન યે વતન હોય છે તેની જાહોજલાલીના તોલે કોઈ વસ્તું આવી શકતી નથી .પોતાનાપણું ત્યાં જેટલું જીવંત હોય એટલું બીજે કયાંય હોતું નથી,એજ પ્રેમ મને સતત જીવાડે છે તેની યાદો વચ્ચે..મારી સર્જનયાત્રામાં
"ટહુંકો,શૂન્યમાં સ્મશાન વચ્ચે,એ સખી,સાચાે શિક્ષક સાચો સંત છે(પ્રેણાત્મક)એક મુઠી બાંધી લે તું ધુળ(નવલકથા)મને ઓળખો હું આદિવાસી છું(સંશોધત્મક)પુસ્તકો આપ્યા છે.આજે મારી કલમ બધા ક્ષેત્રોમાં પોતાની આગવી સૂઝથી સર્જનાત્મક કાર્ય કરે છે જે કોઈના પ્રભાવતળે નહીં પોતાની આગવી કુદરતી પ્રેણાનું સવર્ધન કરી,પાતાના આગવા અંદાજમાં સર્જન કરી રહી છે,મિત્રો સમય મળે ત્યારે વાંચજો તમને કોઈના કોઈ પ્રેણાત્મક સંદેશ આપશે.
Book Summary
“અર્પણ”
આ જિંદગીને જિંદગીનું એક નામ દીધું,
રમ્ય એવા પગલાથી હૃદયમાં મુકામ લીધું,
એ પ્રિયા
અને
વિશ્વ પ્રેમીજનોને
અભ્યર્થના : સ્મીત, જીત મોટો થઈ વાચશે.
***
સંઘર્ષ જિંદગીનું બીજું નામ છે, ને તેના સોપાન પર ડગ ભરતા ભરતા આજે હું મારા મુકામ સુધી પહોચ્યો છું, ત્યાં બસેરો તો નથી પણ વિસામો છે, ને તેનો તૃપ્તિ ભર્યો મધુર સવાલ મારા હૃદયયમાં ઊંડાણે પહોચતા આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
પર્વતોની હરમાળા વચ્ચે, ઝરણાંઓની મધુર સંગીત સૂરાવલિ પીતાં, પક્ષીઓના સાંનિધ્યમાં, પ્રકૃતિની ગોદમાં ખીલતા, દાહોદ જીલ્લામા લીમખેડા તાલુકામાં આવેલા વડાપીપળા ગામની પ્રકૃતિ, મારી જીંદગીને નવી દુનિયાની અમૂલ્ય સહેલ કરાવી, મારો જન્મ મધ્યમ કુટુંબના નાનકડા પરિવારમાં થયો હતો. પિતા મથુરભાઈ માતા શાંતાબેન ને દાદી ધનીબેનની અમૂલ્ય હુંફ મારા હૃદયને મળી, ને આજે હું જે મંઝિલે પહોચ્યો છું તે માતા-પિતાના અથાગ પ્રયત્નોનું પરિણામ છે.
પ્રાથમિક શિક્ષણ મે મારા વતનની પ્રથમિક શાળામાં ધોરણ – ૧ થી ૪ પુરું કર્યું, તે પછી ૫ થી ૭ અંગવડની પ્રાથમિક શાળામાં લીધું તે આરસામાં કોઈ પ્રાથમિક શાળા ન હતી કે હું ૫ થી ૭ નો અભ્યાસ પુરો કરી શકું, પાંચ – સાત કિલોમીટર ચાલતા કેટલાંક મિત્રો સાથે અમે શાળાએ જતાં, ઘણીવાર નદીના પુર આવ્યા હોય તો એ કબૂતરી નદી અમને પહાડોમા સફર કરવા કહેતી, ગીચ ઝાંડીમાં અથડાતા – ફટાતા અમે છેક વતન સુધી પહોચતા. માધ્યમિક શિક્ષણ મેં એસ. સી. મોદી હાઈસ્કુલ કુવાદે. બારીયામાં લીધુ. ફરી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શીંગવડની જી.એલ. શેઠ હાઈસ્કુલમાં પુરું કર્યુ. કોલેજનો સમયગાળો મેં વિદ્યાનગર નલીની આર્ટ્સ કોલેજમાં પુરો કરી આજ હું પ્રાથમિક શિક્ષક તરીકે વ્યવસાયે ફરજ બજાવું છું. નિષ્ઠા ને લગન એ જિંદગીના સોનેરી આભુષણો છે. તેને આત્મસાત કરી મેં જિંદગીની શરૂઆત કરી, આજે હું સોપાનોની એક - એક કરી સીડી સર કરતો મારી મંઝિલ તરફ જઈ રહ્યો છું, વિધ્નો, એતો મારી દિશા છે એમાંથી નવિન માર્ગોનું નિર્માણ થતુ રહે છે. જે મને હંમેશનું ગમે છે. ને ગમ્યું છે.
મારી સાહિત્યીક સફરમાં મેં “ટહુકો” કાવ્યસંગ્રહ “સાચો શિક્ષક સાચો સંત છે” ચિંતનાત્મક પુસ્તક બહાર પાડેલ છે, આજે વિશ્વપ્રેમની એક દુનિયા પાસે હું “આંસુ ઝરણા બની ગયા” નવલકથા લઈને આવી રહ્યો છું, યુવા હૈયા પ્રેમની આ એક નવી દુનિયામાં થોડીવાર થંભી તમે સફર કરશો,જરૂર આપના માર્ગમાં પથદર્શકનું કામ કરશે.
“ મહેક ”