પ્રસ્તાવના
આ એક કાલ્પનિક વાર્તા છે જેમાં જાદુ અને જાદુઇ દુનિયા છે જે તમને લોકોને વાંચવા મળસે, અને જો જેને પણ એવું લાગી રહું છે કે આ વાર્તા નાના છોકરાઓ માટે છે તો તે લોકો આ વાર્તાથી દૂર રહે કેમકે આ વાર્તા નાના છોકરાઓ માટે તો બિકુલ નથી.
ઘણા લોકો એ હોલીવૂડની ઘણી ફેન્ટસિ મૂવી જોયેલી હસે અને મે પણ જોયેલી છે અને મે મારા તરફથી કોસીસ કરી છે કે તમને લોકોને આ વાર્તા વાંચીને બિલકુલ હોલીવૂડની મૂવી જોવા જેટલી મજા આવે.
પણ એવું ના વિચારતા કે મે આ વાર્તા કોઈ પણ મૂવી કે વાર્તામા થી ચોરી કરી હસે. આ વાર્તા મે મારી કલ્પનાથી લખેલી છે અને આ એક નાની નવલકથા પણ છે.
તો આ વાર્તા છે રંજન નામના એક માણસની જે એક પેરનોર્મલ ઇન્વેસ્ટિગેતર છે અને જોડે જોડે લેખક પણ છે અને તેનો સામનો નરકના દાનવો સાથે થાય છે, શું તે નરકના દાનવોને હરાવી શકસે? કે પછી નરકના દાનવો તેની ઉપર ભરી પડસે?
જાણવા માટે વાંચો રહસ્યમય દાનવ. જેમાં હોરર, થ્રીલર અને ફેન્ટસિ જોવા મળસે. તો ચાલો વાંચક મિત્રો આ સફરમાં.
મારા તરફથી ગેરંટી છે કે આ વાર્તા વાંચવાની તમને એક અલગ મજા આવસે અને વાંચકોને લાગસે કે તે લોકો એક મૂવી જોઈ રહ્યા છે.
દેવ ઠક્કર